રૂ.૨,૦૮,૪૨૦/-ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે, બે આરોપીઓને પકડી પાડતી વેરાવળ સીટી પોલીસ
ગીર સોમનાથ, 5 ઓક્ટોબર (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર વેરાવળ વિભાગ વેરાવળ નાઓએ ગે.કા.રીતે જુગાર રમતા/દારૂનુ વેચાણ કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરી
રૂ.૨,૦૮,૪૨૦/-ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે, બે આરોપીઓને પકડી પાડતી વેરાવળ સીટી પોલીસ


ગીર સોમનાથ, 5 ઓક્ટોબર (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર વેરાવળ વિભાગ વેરાવળ નાઓએ ગે.કા.રીતે જુગાર રમતા/દારૂનુ વેચાણ કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરી ગે.કા.પ્રવૃતી સદંતર નાબુદ થાય આ બાબતે સુચના આપેલ હોય જે અનુસંધાને આજરોજ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.ગોસ્વામી નાઓની સુચના, તેમજ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ. આર.આર.રાયજાદા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન ખાતે હાજર હોય આ દરમ્યાન ખાનગી રાહે મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે વેરાવળ, વીઠ્ઠલવાડી વિસ્તારમાં, જાડી જાખરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ-૧૩૩૯ બોટલો કી.રૂ.૨,૦૮,૪૨૦/- ના પ્રોહી મુદ્દામાલ* સાથે બે આરોપીઓને પકડી પાડી પ્રોહી. ધારા હેઠળ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

કબજે કરેલ મુદ્દામાલ*

(૧) KRIMPI SPECIAL WHISKY ૧૮૦ ML ની કુલ બોટલો-૪૭૭ કિં.રૂા.૪૭,૭૦૦/-

(૨) ROYAL CHALLENGE WHISKY ૧૮૦ ML ની કુલ બોટલો-૯૬ કિં.રૂા.૨૮,૮૦૦/-

(૩) ROYALS SPECIAL WHISKY ૧૮૦ ML ની કુલ બોટલો-૧૪૪ કિં.રૂા.૧૪,૪૦૦/-

(૪) IMPRIYAL BLUE WHISKY ૧૮૦ ML ની કુલ બોટલો-૯૬ કિં.રૂા.૨૪,૪૦૦/-

(૫) KAMADA RUM ૧૮૦ ML ની કુલ બોટલો-૨૪૦ કિં.રૂા.૨૪,૦૦૦/

(૬) ALL SEASONS GOLDEN COLLETION RESERVE WHISKY ૧૮૦ ML ની કુલ બોટલો-૯૬ કિં.રૂા.૩૩,૬૦૦/-

(૭) 8 PM BLUE WHISKY ૧૮૦ ML ની કુલ બોટલો-૯૬ કિં.રૂા.૯,૬૦૦/-

(૮) MEGIC MOMENENT GREEN VODKA ૧૮૦ ML ની કુલ બોટલો-૯૪ કિં.રૂા.૨૬,૩૨૦/-

કુલ કિ.રૂ.૨,૦૮,૪૨૦/-

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande