પોરબંદર, 5 ઓક્ટોબર (હિ.સ.): લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-1951 ની કલમ 29-એ હેઠળ નોંધાયેલ બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષ ગુજરાત જનતા પંચાયત પાર્ટી દ્વારા નાણાકીય વર્ષ 2021-22, 2022-23 તથા 2023-24ના વાર્ષિક ઓડીટ અહેવાલો પંચ માટે રજુ કરવામાં આવ્યા નથી તથા જો છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન યોજાયેલ ચૂંટણીમાં ભાગ લીધો હોય તો તે સંબંધિત ચૂંટણી ખર્ચના હિસાબો પણ રજુ કરેલા નથી.
આ સંદર્ભે પક્ષ દ્વારા જો કોઇ રજુઆત કરવી હોય તો જરૂરી આધાર દસ્તાવેજો સાથે તા. 09/10/2025, ગુરૂવારના રોજ સવારે 11:30 કલાકે જિલ્લા સેવા સદન-1, એરપોર્ટ સામે, પોરબંદર સ્થિત જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટરની કચેરીમાં રૂબરૂ હાજર રહેવું રહેશે તેમજ જો પક્ષ દ્વારા નિર્ધારિત મુદતમાં હાજરી ન આપવાના પ્રસંગે એ માનવામાં આવશે કે તેઓને ઉપરોક્ત બાબતે કશું જણાવવાનું નથી અને તદનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી પોરબંદરની એક યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya