માંગરોળમાં પોલીસની કડક કાર્યવાહી : ગુનાખોરોની ગેરકાયદે મિલકતો પર જેસીબી ફેરવી
સુરત , 5 ઓક્ટોબર (હિ.સ.): માંગરોળ વિસ્તારમાં ગુનાખોર તત્વો સામે કડક વલણ અપનાવતા પોલીસ તંત્રએ રવિવારે (5 ઓક્ટોબર) વિશાળ ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરી હતી. ગુનાઈત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓની આશરે 15 ગેરકાયદે મિલકતો તોડી પાડવામાં આવી હતી. પોલીસ દ્વારા
મિલકતો તોડી પડાઈ


સુરત , 5 ઓક્ટોબર (હિ.સ.): માંગરોળ વિસ્તારમાં ગુનાખોર તત્વો સામે કડક વલણ અપનાવતા પોલીસ તંત્રએ રવિવારે (5 ઓક્ટોબર) વિશાળ ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરી હતી. ગુનાઈત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓની આશરે 15 ગેરકાયદે મિલકતો તોડી પાડવામાં આવી હતી.

પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં 5 જેસીબી અને 1 હિટાચી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તોડફોડ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે નહીં તે માટે જિલ્લા પોલીસ વડા સહિતનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે હાજર રહ્યો હતો. સાથેમાં માંગરોળ અને માંડવીના મામલતદાર તથા પ્રાંત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, તોડાયેલી મિલકતોના માલિકો પર વિવિધ ગંભીર ગુનાઓના કેસ નોંધાયેલા હતા. અગાઉ આ લોકોને નોટિસ આપવામાં આવી હતી અને પરિવારજનોને પણ કાર્યવાહી અંગે પૂર્વ જાણ કરવામાં આવી હતી.

આ ડિમોલિશનથી વિસ્તારમાં અન્ય ગુનાખોર તત્વોમાં પણ ચિંતા અને ફફડાટનું માહોલ સર્જાયો છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારની કાર્યવાહીનો હેતુ ગુનાખોરોને કાયદાનું પાલન કરાવવો અને વિસ્તારમાં શાંતિ-સુરક્ષા જાળવવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande