બે ઇસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરી પોલીસે ધરપકડ કરવાની તજવીજ કરી
તહેવારના ટાણે જુગાર અને દારૂની બદી બંધ કરવી જરૂરી છે
નેત્રંગ તાલુકામાં કેટલાય વિસ્તારોમાં દારૂ ,જુગાર અને અન્ય બેનંબરી વેપલો ચાલે છે
ભરૂચ 05 ઓક્ટોબર (હિ.સ.)
નેત્રંગ પીઆઇ આર.સી.વસાવાની પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે નેત્રંગ નગરમાં બે અલગઅલગ સ્થળેથી આંક ફરકનો જુગાર રમાડતા, બે ઇસમોને ઝડપી લીધા હતા. વિગતો અનુસાર પોલીસે મળેલ બાતમીના આધારે નેત્રંગ ખાતે લીમડા ફળિયામાંથી મનોજ ચંદુ વસાવા રહે.લીમડા ફળિયું નેત્રંગનાને આંકડા લખેલ બુક સાથે ઝડપી લીધો હતો,જ્યારે આંકડાનો જુગાર ઝડપાવાની અન્ય ઘટનામાં પોલીસે મળેલ બાતમીના આધારે જુની નેત્રંગ ખાતે રહેતા ફુલસીંગ દલસુખ વસાવાને આંકડા લખેલ કાગળ સાથે ઝડપી લીધો હતો.પોલીસે સદર બન્ને ઇસમો સામે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ