પોરબંદર, 5 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના આશીયાપાટ ગામના રહેવાસી સ્વ. રામદેભાઇ માલદેભાઇ કેશવાલાનું તાજેતરમાં માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થતા, તેમના વારસદારો દ્વારા માનનીય મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી નાણાકીય સહાય માટે અરજી કરવામાં આવી હતી. અરજદારની પરિસ્થિતિને ધ્યાને લઈ તાલુકા તેમજ જિલ્લા કક્ષાએથી હકારાત્મક અભિગમ દાખવીને રાજ્ય કક્ષાએથી પણ મંજુરી આપવામાં આવી હતી.
આ અંગે જિલ્લા કલેક્ટર તથા નિવાસી અધિક કલેક્ટર, પોરબંદર દ્વારા હકારાતકામ અભિગમ સાથે કાર્યવાહી કરી, કુલ રૂ. 4,00,000/- (ચાર લાખ) રકમની સહાય મંજુર કરવામાં આવી છે.
આ સહાય રકમનો ચેક સ્વ. રામદેભાઇ માલદેભાઇ કેશવાલાના વારસદાર – માતા ટમુબેન માલદેભાઇ કેશવાલાને જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઇ પરમારના વરદ હસ્તે આપવામા આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya