જુના તવરા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા આંખ નિદાન અને સારવાર કેમ્પ યોજ્યો
ભરૂચ, 05 ઓક્ટોબર (હિ.સ.): જુના તવરા ગ્રામ પંચાયત સરપંચના સહયોગથી જુના તવરા આરોગ્ય કેન્દ્ર ખાતે વિના મૂલ્યે આખોની તપાસ માટે કેમ્પ યોજાયો હતો. ભરૂચ તાલુકાના જુના તવરા ગામે ગ્રામ પંચાયત સરપંચ જાગૃતિબેન પુથ્વીરાજસિહ પરમારના સહયોગથી જુના તવરા
જુના તવરા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા આંખ નિદાન અને સારવાર કેમ્પ યોજ્યો


જુના તવરા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા આંખ નિદાન અને સારવાર કેમ્પ યોજ્યો


ભરૂચ, 05 ઓક્ટોબર (હિ.સ.): જુના તવરા ગ્રામ પંચાયત સરપંચના સહયોગથી જુના તવરા આરોગ્ય કેન્દ્ર ખાતે વિના મૂલ્યે આખોની તપાસ માટે કેમ્પ યોજાયો હતો.

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે ગ્રામ પંચાયત સરપંચ જાગૃતિબેન પુથ્વીરાજસિહ પરમારના સહયોગથી જુના તવરા આરોગ્ય કેન્દ્ર ખાતે આજરોજ ગ્રામજનોની આરોગ્યની ચિંતા કરી ગામના સરપંચ જાગૃતિબેન પુથ્વીરાજસિહ પરમાર દ્વારા વિના મૂલ્યે ગામના લોકોની આખોની તપાસ કરી તેઓને ચશ્મા આપવામાં આવ્યા હતા. જેમાં ગ્રામ પંચાયત સરપંચ ,ઉપ સરપંચ અને વોર્ડ સભ્ય ઉપસ્થિત રહી ગામના લોકોને આંખોની તપાસ કરી તેઓને ચશ્મા આપ્યા આ કેમ્પનો તવરા ગામના 200 થી વધારે લોકો એ કેમ્પનો લાભ લીધો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande