અમરેલી, 5 ઓક્ટોબર (હિ.સ.): અમરેલી નજીક સ્થિત રાધે રાધે તથાસ્તુ વિદ્યાપીઠમાં શરદ પૂનમ રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવની વિશેષતા એ છે કે પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધેના પવિત્ર સાનિધ્યમાં યોજવામાં આવશે, જ્યાં ભક્તો મીઠુડા ભગવાન શ્રી રાધાકૃષ્ણની આરાધના સાથે રાસની રમઝટનો આનંદ માણી શકશે. તથાસ્તુ વિદ્યાપીઠના પ્રાંગણમાં આવેલ પ્રેમ મંદિર આ મહાપર્વનું કેન્દ્ર રહેશે.
તારીખ ૬ ઓક્ટોબર ૨૦૨૫, સોમવારની રાત્રે ૮ થી ૧૨ વાગ્યા સુધી આ પ્રસંગ ઉજવવામાં આવશે. પ્રસંગે ભક્તો માટે દૂધપૌવા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે, જે ભક્તિભાવ અને પવિત્રતા સાથે ઉત્સવને વધુ ખાસ બનાવશે. મનોરમ ચાંદની રાત્રિ અને ભક્તિગીતો વચ્ચે રાસોત્સવનું દ્રશ્ય ભક્તજનોના દિલમાં સ્મરણિય બની રહેશે.
તથાસ્તુ વિદ્યાપીઠ દ્વારા તમામ ભક્તોને આ મહા રાસમાં સહભાગી બનવા આમંત્રણ આપવામાં આવ્યું છે, જેથી આ ભવ્ય આયોજનમાં ભક્તિ, મૈત્રી અને સમર્પણનો અનુભવ થયો જાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai