પાટણમાં સાંસદ ખેલ મહોત્સવ 2025નો, ઉલ્લાસભર્યો આરંભ
પાટણ, 6 ઓક્ટોબર (હિ.સ.)પાટણ લોકસભા ક્ષેત્રમાં સાંસદ ખેલ મહોત્સવ 2025નો પ્રારંભ થઇ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી અને ખેલો ઇન્ડિયા તથા ફિટ ઇન્ડિયા અભિયાનના ભાગરૂપે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવનો મુખ્ય હેતુ યુવાનોમાં રમતગમ
પાટણમાં સાંસદ ખેલ મહોત્સવ 2025નો ઉલ્લાસભર્યો આરંભ


પાટણ, 6 ઓક્ટોબર (હિ.સ.)પાટણ લોકસભા ક્ષેત્રમાં સાંસદ ખેલ મહોત્સવ 2025નો પ્રારંભ થઇ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી અને ખેલો ઇન્ડિયા તથા ફિટ ઇન્ડિયા અભિયાનના ભાગરૂપે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવનો મુખ્ય હેતુ યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધારવાનો, સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહિત કરવાનો અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ ફેલાવવાનો છે.

'ફિટ યુવા ફોર વિકસિત ભારત'ના સંકલ્પ સાથે મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ એમ.કે. જીમખાના સંકુલ ખાતે યોજાયો હતો. પ્રમુખ તબીબ અને લિમકા બુક ઓફ રેકોર્ડ્સ હોલ્ડર ડો. વ્યોમેશ શાહની વિશેષ ઉપસ્થિતિમાં બલૂન ઉડાડીને મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાથે જ મહોત્સવની અધિકૃત ટી-શર્ટ અને ટ્રોફીઓનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું.

પાટણ લોકસભાની સાત વિધાનસભાઓમાંથી 3,08,168થી વધુ ખેલાડીઓએ વિવિધ રમતોમાં ઓનલાઈન નોંધણી કરી છે. ક્રિકેટ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, વોલીબોલ, જુડો, કુસ્તી અને એથ્લેટિક્સ જેવી રમતોનો સમાવેશ થતો આ મહોત્સવ 5 ઑક્ટોબરથી 25 ડિસેમ્બર 2025 સુધી યોજાવાનો છે.

ડૉ. વ્યોમેશ શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના 'ફિટ ઇન્ડિયા - હિટ ઇન્ડિયા'ના સ્વપ્નને સાકાર કરવા, આ મહોત્સવ એક મહત્વપૂર્ણ પગલું છે. રમતોનો હેતુ માત્ર જીત જ નહીં પણ યુવાનોમાં એકતા, શિસ્ત, આત્મવિશ્વાસ અને સ્વાસ્થ્યના સંસ્કાર વધારવાનો છે. ઉદ્ઘાટન પ્રસંગે આઈપીએલ ખેલાડી ઉર્વિલ પટેલ, સાંસદ ભરત ડાભી સહિત અનેક આગેવાનો અને ખેલપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande