વેરાવળના ખારવાવાડ વિસ્તારમા, મોડીરાત્રે 3 માળનુ મકાન ધરાશાયી થયુ
ગીર સોમનાથ 6 ઓક્ટોબર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના ખારવાવાડ વિસ્તારમા મોડી રાતે 3 માળનુ મકાન ધરાશાયી થતા 3 ના મોત થયા છે. માતા - પુત્રી સાથે મકાનની નીચે ઉભેલા બાઇકસવારનુ પણ મોત થયું છે અને અન્ય બે વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા આવ્ય
રાતે3માળનુમકાન ધરાશાયી થયુ


ગીર સોમનાથ 6 ઓક્ટોબર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના ખારવાવાડ વિસ્તારમા મોડી રાતે 3 માળનુ મકાન ધરાશાયી થતા 3 ના મોત થયા છે. માતા - પુત્રી સાથે મકાનની નીચે ઉભેલા બાઇકસવારનુ પણ મોત થયું છે અને અન્ય બે વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા આવ્યા છે.

મોડી રાત્રીના 1:30 કલાક આસપાસ ખારવાવાડ ના આઝાદ ચોકમા બની હતી આ ઘટના નવરાત્રી સમયે શેરીમાલોકોનીઅવરજવર ચાલુ હતી એક બાઇકચાલક નીચે ઉભો હતોતેનુપણઘટનાસ્થળે મોત નીપજયુ હતુ.

ઘટનાની જાણ તથા તાત્કાલિક પોલીસ, નગરપાલીકા ,ખારવાવાડાના યુવાનોની ટીમોએ બચાવની કામગીરી હાથ ધરી હતી.

આ કામગીરી સવારે 4:30 કલાક સુધી ચાલતી હતી જેમા કાટમાળમાંથી 3 ના મૃતદેહ બહાર કઢાયા હતા જ્યારે બે વ્યક્તિઓ ને જીવતા બચાવાયા જે હાલ સારવાર હેઠળ છે.

આ મકાન 80 વર્ષ જુનુ હતુ અને લાંબા સમયથી જજઁરીત હતુ.

બનાવની જાણ થતા ખારવા સમાજ મા શોકનુ મોજુ ફરી વળ્યુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande