જમ્મુ અને કાશ્મીરમાં પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત ખેડૂતોને, પીએમ-કિસાન યોજનાનો 21મો હપ્તો અગ્રીમતાથી જારી કરવામાં આવ્યો
નવી દિલ્હી, ૦7 ઓક્ટોબર (હિ.સ.) કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જમ્મુ અને કાશ્મીરમાં પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત ખેડૂતોને પીએમ-કિસાન યોજનાનો 21મો હપ્તો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જારી કર્યો. આશરે 8.55 લાખ ખેડૂતોના ખાતામાં
કિસાન યોજના


નવી દિલ્હી, ૦7 ઓક્ટોબર (હિ.સ.) કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ

ચૌહાણે જમ્મુ અને કાશ્મીરમાં પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત ખેડૂતોને પીએમ-કિસાન યોજનાનો 21મો

હપ્તો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જારી કર્યો. આશરે 8.55 લાખ ખેડૂતોના ખાતામાં

લગભગ ₹171 કરોડ સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા, જેમાં 85,000 થી વધુ મહિલા ખેડૂતોનો સમાવેશ થાય છે.

મંગળવારે કૃષિ ભવન ખાતે આયોજિત સમારોહમાં કેન્દ્રીય કૃષિ

મંત્રી શિવરાજ સિંહ ચૌહાણની સાથે કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ, કેન્દ્રીય કૃષિ

સચિવ ડૉ. દેવેશ ચતુર્વેદી અને આઈસીએઆરના મહાનિર્દેશક ડૉ. માંગી લાલ જાટ પણ હાજર

રહ્યા હતા. જમ્મુ અને કાશ્મીરના કૃષિ મંત્રી જાવેદ અહમદ દાર, અન્ય પ્રાદેશિક

જનપ્રતિનિધિઓ, વરિષ્ઠ અધિકારીઓ

અને ખેડૂત પ્રતિનિધિઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા.

આજ સુધીમાં, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, જમ્મુ અને

કાશ્મીરના ખેડૂતોને કુલ ₹4,052 કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા શિવરાજ સિંહે કહ્યું કે,”

કેન્દ્ર સરકાર તરફથી આ રકમ પૂર અને અન્ય આફતોથી પ્રભાવિત ખેડૂતોને રાહત આપશે.”

તેમણે જણાવ્યું કે,”વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર અસરગ્રસ્ત ખેડૂતો

સાથે ખભા મિલાવીને ઉભી છે. સરકાર તેમને, આ સંકટમાંથી બહાર નીકળવામાં મદદ કરશે.

સરકારે આશરે 5,100 ઘરોના પુનર્નિર્માણ માટે ₹85 કરોડના પ્રસ્તાવને પણ મંજૂરી આપી

છે.”

શિવરાજ સિંહે જણાવ્યું કે,” મનરેગા હેઠળ 100 દિવસને બદલે

150 દિવસ માટે વેતન આપવામાં આવશે. આફતના આ સમયમાં અન્ય તમામ શક્ય સહાય પૂરી

પાડવામાં આવશે.”

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande