બેંગલુરુ, નવી દિલ્હી, 7 ઓક્ટોબર (હિ.સ.): ભૂતપૂર્વ વડા પ્રધાન અને જનતા દળ (સેક્યુલર) (જેડીએસ) ના પ્રમુખ એચડી દેવેગૌડાને, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તેમને બેંગલુરુની મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં ડોક્ટરો તેમની સારવાર કરી રહ્યા છે, અને હોસ્પિટલના સૂત્રો કહે છે કે, સારવારની તેમના પર સારી અસર થઇ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / રાકેશ મહાદેવપ્પા / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ