પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર જીવનમાં 24 વર્ષ પૂર્ણ કર્યા, ભાજપે તેમને અભિનંદન પાઠવ્યા
નવી દિલ્હી, 7 ઓક્ટોબર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, જાહેર જીવનમાં 24 વર્ષ પૂર્ણ કર્યા છે. તેમણે 7 ઓક્ટોબર, 2001 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને 13 વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. ત્યારથી તેઓ 2014 થી દેશના પ્રધાન
ભાજપ પ્રમુખ જેપી નડ્ડા


નવી દિલ્હી, 7 ઓક્ટોબર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, જાહેર જીવનમાં 24 વર્ષ પૂર્ણ કર્યા છે. તેમણે 7 ઓક્ટોબર, 2001 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને 13 વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. ત્યારથી તેઓ 2014 થી દેશના પ્રધાનમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ તેમને આ પ્રસંગે અભિનંદન પાઠવ્યા છે.

મંગળવારે ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ કહ્યું કે, આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભારત માતાની સેવા કરતા જાહેર જીવનના 24 વર્ષ પૂર્ણ થયા છે.

ભારતીય જનતા પાર્ટીના એક સામાન્ય કાર્યકરથી દેશના વડા સેવક સુધીની મોદીની 24 વર્ષની સફર સેવા, સમર્પણ, જન કલ્યાણ અને રાષ્ટ્રીય પુનરુત્થાન ના અનુકરણીય ઉદાહરણો છે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ ના સંકલ્પને પૂર્ણ કરવા માટે, લાખો વંચિત લોકોને ઉત્થાન આપીને અને દેશની વ્યૂહાત્મક સુરક્ષા સુનિશ્ચિત કરીને, વૈશ્વિક મંચ પર ભારતને એક નવી ઓળખ આપી છે.

ભારતની સ્વતંત્રતાની 100મી વર્ષગાંઠ, 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું મોદીજીનું વિઝન, કરોડો ભાજપ કાર્યકરોને તેમના કર્તવ્ય પ્રત્યે અવિરતપણે સમર્પિત રહેવા માટે પ્રેરણા આપે છે. લાખો ભાજપ કાર્યકરો વતી, હું રાષ્ટ્રની સેવાની આ પ્રેરણાદાયી યાત્રાના 24 વર્ષના સફળ સમાપન બદલ પ્રધાનમંત્રી મોદીને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande