નવી દિલ્હી, ૦7 ઓક્ટોબર (હિ.સ)
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ મંગળવારે 'બનાવટી' કોલ સેન્ટર સામે મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે દિલ્હી-એનસીઆર
(રાષ્ટ્રીય
રાજધાની ક્ષેત્ર) સહિત 15 સ્થળોએ દરોડા
પાડ્યા.
સત્તાવાર સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે,”ઇડીએ, ટેક સપોર્ટ
કૌભાંડ સંબંધિત પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની જોગવાઈઓ હેઠળ
મુંબઈ, દિલ્હી, નોઈડા અને
ગુરુગ્રામ, હરિયાણામાં 15 સ્થળોએ દરોડા
પાડ્યા હતા. આ કોલ સેન્ટર પર લાખો યુએસ ડોલરની અનેક વિદેશીઓ સાથે છેતરપિંડી કરવાનો
આરોપ છે.”
દિલ્હી પોલીસે, કરણ વર્મા નામના એક વ્યક્તિ અને અન્ય ઘણા
લોકો સામે એફઆઈઆર નોંધી હતી. ઇડીની તપાસમાં જાણવા મળ્યું છે કે,” છેતરપિંડી કરનારાઓ
દિલ્હીના રોહિણી, પશ્ચિમ વિહાર અને
રાજૌરી ગાર્ડન વિસ્તારોમાં, અનેક 'બનાવટી' કોલ સેન્ટર ચલાવી રહ્યા હતા. આ છેતરપિંડી કરનારાઓ, ચાર્લ્સ
શ્વાબ ફાઇનાન્શિયલ સર્વિસીસ, માઇક્રોસોફ્ટ, એપલ અને અન્ય કંપનીઓ માટે, ગ્રાહક સેવા પ્રદાતા તરીકે
ઓળખાતા હતા, વિદેશી નાગરિકો
સાથે છેતરપિંડી કરતા હતા.”
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/સુનિગ નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ