નવી દિલ્હી, 7 ઓક્ટોબર (હિ.સ.). કોંગ્રેસ પાર્ટીએ, રાયબરેલીમાં દલિત યુવાન હરિઓમ વાલ્મીકીની હત્યાને બંધારણ, સામાજિક ન્યાય અને માનવતાની મૂળભૂત ભાવના પર હુમલો ગણાવ્યો છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સંયુક્ત નિવેદન બહાર પાડીને કહ્યું કે, રાયબરેલીની ઘટના દેશના બંધારણીય માળખા અને લોકશાહી આદર્શોની વિરુદ્ધ છે. ભારતનું બંધારણ દરેક નાગરિકને સમાનતા, સુરક્ષા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારની ખાતરી આપે છે. કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે, તેઓ સમાજના વંચિત, નબળા અને પીડિત વર્ગના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ