ઉત્તરાખંડમાં વરસાદ ચાલુ, ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષાથી ઠંડીમાં વધારો
દેહરાદૂન, નવી દિલ્હી, 7 ઓક્ટોબર (હિ.સ.). ઉત્તરાખંડમાં વરસાદ ચાલુ છે. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી અને હેમકુંડ સાહિબ વિસ્તારોમાં બરફવર્ષાથી પર્વતોમાં ઠંડીમાં વધારો થયો છે. વરસાદથી મેદાની વિસ્તારોમાં શિયાળાની શરૂઆત પણ થઈ છે. હવામાન વિભાગે
બરફ વર્ષા


દેહરાદૂન, નવી દિલ્હી, 7 ઓક્ટોબર (હિ.સ.). ઉત્તરાખંડમાં વરસાદ ચાલુ છે. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી અને હેમકુંડ સાહિબ વિસ્તારોમાં બરફવર્ષાથી પર્વતોમાં ઠંડીમાં વધારો થયો છે. વરસાદથી મેદાની વિસ્તારોમાં શિયાળાની શરૂઆત પણ થઈ છે. હવામાન વિભાગે આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓ માટે વરસાદની ચેતવણી જારી કરી છે.

સોમવાર સવારથી ઉત્તરાખંડમાં તૂટક તૂટક વરસાદ ચાલુ છે. કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રી અને હેમકુંડ સાહિબના ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષાથી હવામાન ઠંડુ થઈ ગયું છે. ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોની આસપાસના શિખરો બરફથી ઢંકાઈ ગયા છે.

હિમવર્ષાને કારણે મંદિરોમાં પણ ઠંડી વધી ગઈ છે. ભારત અને વિદેશના યાત્રાળુઓ બરફવર્ષાનો આનંદ માણી રહ્યા છે. હિમવર્ષાને કારણે હેલિકોપ્ટર સેવાઓ પણ કાર્યરત થઈ શકતી નથી. હિમવર્ષા પછી ઠંડીથી શ્રદ્ધાળુઓને રાહત આપવા માટે બોનફાયરની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુમાં, યાત્રાળુઓને કોઈ તબીબી સમસ્યા ન થાય, તે માટે યાત્રા માર્ગ પર અને યાત્રા સ્થળો પર તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

હવામાન કેન્દ્રએ, રાજ્યના તમામ જિલ્લાઓના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. 3500 મીટર અને તેથી વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. રાજ્યના પિથોરાગઢ, બાગેશ્વર, ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ અને હિમવર્ષા (3500 મીટર અને તેથી વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં) થવાની સંભાવના છે.

હિન્દુસ્થાન સમાચાર / વિનોદ પોખરિયાલ / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande