કોપ્પલા, નવી દિલ્હી,૦7 ઓક્ટોબર (હિ.સ.)
કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 50 પર કુકનપલ્લી ગામમાં, હુલિગેમ્મા મંદિર તરફ જઈ
રહેલા ભક્તોને એક ખાનગી બસે કચડી નાખ્યા હતા.જેમાં ત્રણ
લોકોના મોત થયા અને ચાર અન્ય ઘાયલ થયા છે.
મૃતકોની ઓળખ અન્નપૂર્ણા (40), પ્રકાશ (25) અને શરણપ્પા (19) તરીકે થઈ છે. અકસ્માતમાં ઘાયલ થયેલા ચાર લોકોને, જિલ્લા
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ બધા ભક્તોને સિંદગીથી, બેંગલુરુ જઈ રહેલી એક ખાનગી બસે
તેમને ટક્કર મારી હતી. ભક્તો રોના તાલુકાના તારિહાલા ગામના રહેવાસી હતા અને
શનિવારે કોપ્પલ તાલુકાના, હુલિગી ગામમાં હુલિગમ્મા મંદિરની, યાત્રા પર નીકળ્યા
હતા.
પોલીસ અધિક્ષક ડૉ. રામ અરાસિદ્દીએ, ઘટનાસ્થળની મુલાકાત લીધી
અને નિરીક્ષણ કર્યું. મુનીરાબાદ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને ખાનગી
બસ ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / રાકેશ મહાદેવપ્પા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ