તમિલનાડુ સરકારે કફ સિરપ ભેળસેળ કેસમાં, બે સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટરોને સસ્પેન્ડ કર્યા
ચેન્નઈ,નવી દિલ્હી, ૦9 ઓક્ટોબર (હિ.સ.) કફ સિરપ ભેળસેળ કેસમાં બે સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તમિલનાડુના આરોગ્ય અને જાહેર કલ્યાણ મંત્રી એમ. સુબ્રમણ્યમે ગુરુવારે, આ જાહેરાત કરી હતી. તેમણે ઉમેર્યું કે
કફ સીરપ


ચેન્નઈ,નવી દિલ્હી, ૦9 ઓક્ટોબર (હિ.સ.)

કફ સિરપ ભેળસેળ કેસમાં બે સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તમિલનાડુના આરોગ્ય અને જાહેર કલ્યાણ મંત્રી એમ. સુબ્રમણ્યમે ગુરુવારે, આ જાહેરાત

કરી હતી. તેમણે ઉમેર્યું કે, સંડોવાયેલા ફાર્માસ્યુટિકલ કંપનીને કાયમી ધોરણે બંધ

કરવા માટે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે.”

તેમણે જણાવ્યું કે,” બે સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટરોને નોટિસ

જારી કરવામાં આવી હતી. જેમાં પૂછવામાં આવ્યું હતું કે, તેઓએ બે વર્ષ સુધી શ્રીસેન

ફાર્મા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું નિરીક્ષણ કેમ ન કર્યું. અસંતોષકારક જવાબો મળ્યા

બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.”

સુબ્રમણ્યમે જણાવ્યું કે,” તમિલનાડુ કફ સિરપ (કોલ્ડ્રિફ) ની

ભેળસેળની પુષ્ટિ કરનાર સૌપ્રથમ હતું. અમે તાત્કાલિક કેન્દ્રીય આરોગ્ય

મંત્રાલય, તેમજ મધ્યપ્રદેશ, ઓડિશા અને પોંડેચેરીને

કફ સિરપ પીવાથી સંકળાયેલા સ્વાસ્થ્ય જોખમો વિશે જાણ કરી. તેમણે આજે,

શ્રીસેન ફાર્માના માલિક જી. રંગનાથનની ધરપકડ તરફ પણ તેમનું ધ્યાન દોર્યું.

સુબ્રમણ્યમે એમ પણ કહ્યું કે, ભેળસેળની શોધ થયા

પછી, રાજ્યએ કફ સીરપ ખરીદવાનું

બંધ કરી દીધું અને બજારમાં તેમના વેચાણ પર પણ પ્રતિબંધ મૂક્યો. અમારી ત્વરિત

કાર્યવાહીથી મોટી આપત્તિ ટળી ગઈ.

હિન્દુસ્થાન સમાચાર / ડૉ. વારા પ્રસાદ રાવ પીવી / અમરેશ

દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande