ડીજીસીએએ, ઈન્ડીગો પર 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો, એરલાઇન આદેશને પડકારશે
નવી દિલ્હી, ૦9 ઓક્ટોબર (હિ.સ.) નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડીજીસીએ) એ ઈન્ડીગો પર 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પાઇલટ તાલીમમાં કથિત ખામીઓ બદલ ઇન્ડિગોની પેરેન્ટ કંપની, ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડ પર દંડ ફટકારવામાં આવ્યો હતો.
વિમાન


નવી દિલ્હી, ૦9 ઓક્ટોબર (હિ.સ.) નાગરિક

ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડીજીસીએ) એ ઈન્ડીગો પર 20 લાખ રૂપિયાનો દંડ

ફટકાર્યો છે. પાઇલટ તાલીમમાં કથિત ખામીઓ બદલ ઇન્ડિગોની પેરેન્ટ કંપની, ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડ પર દંડ ફટકારવામાં આવ્યો હતો.

કંપની આ નિર્ણયને પડકારવાની યોજના ધરાવે છે.

કંપનીએ એક

નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે,” તેને 26 સપ્ટેમ્બરના રોજ

ડીજીસીએ તરફથી દંડ અંગે નોટિસ મળી

હતી. પાઇલટ તાલીમમાં કથિત ખામીઓ બદલ એરલાઇનને 20 લાખ રૂપિયાનો દંડ

ફટકારવામાં આવ્યો છે. આ દંડ કેટેગરી સીએરપોર્ટ પર પાઇલટ તાલીમ માટે લાયક સિમ્યુલેટરનો ઉપયોગ

કરવામાં કથિત નિષ્ફળતા માટે છે.”

એક નિવેદનમાં, એરલાઇન્સે કહ્યું કે,” તે ડીજીસીએના આદેશને, યોગ્ય અપીલ અધિકારી સમક્ષ પડકારવાનું વિચારી રહી

છે.” એરલાઇન્સે કહ્યું કે,” દંડ જાહેર કરવામાં વિલંબ આંતરિક સંદેશાવ્યવહારમાં

વિલંબને કારણે થયો હતો.” કંપનીએ જણાવ્યું હતું કે,” ડીજીસીએના આદેશથી તેની નાણાકીય સ્થિતિ, કામગીરી અથવા અન્ય પ્રવૃત્તિઓ પર કોઈ અસર થશે નહીં. કેટેગરી

‘સી' એરપોર્ટ સામાન્ય રીતે

પડકારજનક ઍક્સેસ અને સંચાલન પરિસ્થિતિઓનો સામનો કરે છે.”

હિન્દુસ્થાન

સમાચાર/પ્રજેશ શંકર/સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande