કટોકટી દરમિયાન પ્રેસનું ગળું દબાવવામાં આવ્યું હતું અને નાગરિક અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું: નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક
- લોકતંત્રના સેનાનીઓનું સન્માન લખનૌ, નવી દિલ્હી, 09 ઓક્ટોબર (હિ.સ.) ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે કહ્યું કે,” કટોકટી ભારતીય લોકશાહી પરનો સૌથી કાળો ડાઘ હતો, જ્યારે નાગરિક અધિકારો અને અભિવ્યક્તિની સ
લખનૌ કાર્યક્રમ


- લોકતંત્રના સેનાનીઓનું

સન્માન

લખનૌ, નવી દિલ્હી, 09 ઓક્ટોબર (હિ.સ.)

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે કહ્યું કે,” કટોકટી ભારતીય લોકશાહી

પરનો સૌથી કાળો ડાઘ હતો, જ્યારે નાગરિક

અધિકારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને સંપૂર્ણપણે દબાવવામાં આવી હતી.” તેમણે

કહ્યું કે,” તે સમયગાળા દરમિયાન, પ્રેસનું ગળું દબાવવામાં આવ્યું હતું, ત્રાસ ચરમસીમાએ

પહોંચ્યો હતો, અને કોઈને પણ

બોલવાની કે મુક્તપણે ફરવાની સ્વતંત્રતા નહોતી.”

નાયબ મુખ્યમંત્રી પાઠક લખનૌ યુનિવર્સિટીના માલવિયા

ઓડિટોરિયમમાં બહુભાષી હિન્દુસ્થાન સમાચાર સમાચાર એજન્સી દ્વારા આયોજિત

કટોકટીના 50 વર્ષ

કાર્યક્રમને, સંબોધિત કરી રહ્યા હતા. આ પ્રસંગે યુગવાર્ત અને

નવોત્થાન સામયિકોના વિશેષ અંકો પણ બહાર પાડવામાં આવ્યા હતા.

પાઠકે કહ્યું કે,”તત્કાલીન કોંગ્રેસ સરકારે લોકશાહીને

કઠપૂતળી બનાવી હતી અને રાષ્ટ્રપતિને સહી કરવા દબાણ કર્યું હતું.” તેમણે કહ્યું, જે લોકો આજે

બંધારણની નકલો વહન કરે છે તેઓ તે સમયગાળા દરમિયાન, બંધારણની હત્યા માટે જવાબદાર

છે. તેમણે કહ્યું કે,” આજે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ભારત વિકસિત

રાષ્ટ્ર બનવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભાજપ

મત-આધારિત રાજકારણ નહીં, પરંતુ

રાષ્ટ્ર પ્રથમ ના સિદ્ધાંત પર કામ કરે છે.”

પરિવહન મંત્રી દયાશંકર સિંહે કહ્યું કે,” કટોકટી દરમિયાન

લોકશાહી સેનાનીઓએ જે હિંમતથી બંધારણનો બચાવ કર્યો હતો તેના કારણે, આજે પણ દેશમાં

લોકશાહી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જીવંત છે.” તેમણે કહ્યું કે,” કટોકટી ભારતીય

રાજકારણના ઇતિહાસ પર એક અમીટ કલંક છે.”

ભૂતપૂર્વ મંત્રી સુરેશ રાણાએ કહ્યું કે,” તત્કાલીન વડાપ્રધાન

ઇન્દિરા ગાંધીએ, ફક્ત પોતાની સત્તા બચાવવા માટે સમગ્ર દેશ પર કટોકટી લાદી હતી.”

તેમણે કહ્યું, જે દેશના યુવાનોએ

સ્વતંત્રતા માટે ફાંસીનો ભોગ લીધો હતો, તે દેશની સ્વતંત્રતા સત્તાના લાલચમાં કચડી નાખવામાં

આવી હતી. રાણાએ યુવાનોને લોકશાહી માટેની, તે લડાઈનો ઇતિહાસ શીખવા અને તેને

આગળ વધારવા વિનંતી કરી.

આ પ્રસંગે, મંચ પર હાજર મહેમાનોએ 11 લોકતંત્રના સેનાનીઓને વસ્ત્રો, શંખ અને

પ્રમાણપત્રોથી સન્માનિત કર્યા. સન્માનિત લોકોમાં, ભરત દીક્ષિત, રાજેન્દ્ર તિવારી, મણિરામ પાલ, ભાનુ પ્રતાપ, ગંગા પ્રસાદ, રમાશંકર ત્રિપાઠી, દિનેશ પ્રતાપ

સિંહ, દિનેશ

અગ્નિહોત્રી, અજીત સિંહ, વિશ્રામ સાગર અને

સુરેશ રજવાનીનો સમાવેશ થાય છે.

લખનૌના મેયર સુષ્મા ખર્કવાલે કહ્યું, અમે અમારા વડીલો

પાસેથી કટોકટીની પીડા સાંભળી છે,તે દરમિયાન

સરકારી કર્મચારીઓના પગાર પણ રોકી દેવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન

પ્રોફેસર અમિત કુશવાહાએ કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર નિર્દેશક અરવિંદ માર્ડીકર, રાજેન્દ્ર

સક્સેના, સ્વામી મુરારી

દાસ, પ્રશાંત ભાટિયા, હરીશ શ્રીવાસ્તવ, અવનીશ ત્યાગી, મનીષ શુક્લા, આનંદ દુબે, ડૉ. હરનામ સિંહ

અને અનિલ સહીત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

હતા.

હિન્દુસ્થાન સમાચાર/બ્રિજનંદન/પ્રભાત મિશ્રા/આકાશ કુમાર રાય

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande