- વૈશાલી જિલ્લામાં
આરોપીના ઘરેથી પિસ્તોલ, બંદૂક, કારતૂસ અને રોકડ
રકમ મળી
નવી દિલ્હી, ૦9 ઓક્ટોબર (હિ.સ.)
2024ના હથિયારોની
દાણચોરીના કેસમાં એક મોટી કાર્યવાહીમાં, રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ) એ, બિહારના
વૈશાલી જિલ્લામાં એક આરોપીના ઘરેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત
કર્યો છે.
બુધવારે, એજન્સીએ આરોપી સંદીપ કુમાર સિંહા ઉર્ફે છોટુ લાલના ઘરે
દરોડા પાડ્યા હતા અને 9mm
પિસ્તોલ, 18 જીવતા કારતૂસ, બે પિસ્તોલ
મેગેઝિન, ડબલ-બેરલ 12-બોર બંદૂક, 35 જીવતા કારતૂસ
અને ₹4.21 લાખ રોકડા જપ્ત
કર્યા હતા.
એનઆઇએના જણાવ્યા અનુસાર,”સંદીપ મુખ્ય આરોપી વિકાસ કુમારનો નજીકનો સાથી છે અને
ગેરકાયદેસર હથિયારોની, દાણચોરીના નેટવર્કનો સક્રિય સભ્ય છે. આ કેસ મૂળ બિહાર
પોલીસે નોંધ્યો હતો.જ્યારે એક એકે-47 રાઇફલ અને જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા હતા. ઓગસ્ટ 2024 માં એનઆઇએએ તપાસ સંભાળી. આ
કેસ નાગાલેન્ડથી બિહારના વિવિધ ભાગોમાં ગેરકાયદેસર હથિયારોની દાણચોરી સાથે સંબંધિત
છે.”
અત્યાર સુધીમાં, વિકાસ કુમાર, સત્યમ કુમાર, દેવમણિ રાય ઉર્ફે અનીશ અને મોહમ્મદ અહમદ અંસારીની ધરપકડ
કરવામાં આવી છે અને આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તાજેતરમાં, અન્ય એક આરોપી, મંજૂર ખાનની પણ
ધરપકડ કરવામાં આવી હતી અને તે હાલમાં પટનાની બેઉર જેલમાં બંધ છે.
એનઆઇએ એ જણાવ્યું હતું કે, આ કેસમાં વધુ તપાસ ચાલુ છે....
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ