પંજાબમાં બે બબ્બર ખાલસા આતંકવાદીઓની ધરપકડ, 2.5 કિલો આરડીએક્સ જપ્ત
ચંડીગઢ, નવી દિલ્હી, ૦9 ઓક્ટોબર (હિ.સ.) પંજાબ પોલીસે તહેવારોની મોસમ દરમિયાન આયોજિત મોટા હુમલાને, નિષ્ફળ બનાવીને બે બબ્બર ખાલસા આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી અઢી કિલો આરડીએક્સ જપ્ત કરવામાં આવ્યું છે. પંજાબ પોલ
પોલીસ


ચંડીગઢ, નવી દિલ્હી, ૦9 ઓક્ટોબર (હિ.સ.)

પંજાબ પોલીસે તહેવારોની મોસમ દરમિયાન આયોજિત મોટા હુમલાને, નિષ્ફળ બનાવીને બે

બબ્બર ખાલસા આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી અઢી કિલો આરડીએક્સ જપ્ત કરવામાં

આવ્યું છે.

પંજાબ પોલીસના ડાયરેક્ટર જનરલ ગૌરવ યાદવે ગુરુવારે જણાવ્યું

હતું કે,”પંજાબ પોલીસની કાઉન્ટર ઇન્ટેલિજન્સ ટીમે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી,

આઇએસઆઇ દ્વારા સમર્થિત, આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના એક મોડ્યુલનો

પર્દાફાશ કર્યો છે અને ગુર્જિંદર સિંહ અને દિવાન સિંહની ધરપકડ કરી છે. આ નેટવર્ક,

યુકે સ્થિત હેન્ડલર્સ નિશાન અને આદેશ દ્વારા કાર્યરત હતું, જેમને બીકેઆઈ માસ્ટરમાઇન્ડ

હરવિંદર સિંહ રિંદાના નિર્દેશન પર કામ કરી રહ્યા હતા.

ડીજીપીના જણાવ્યા અનુસાર,”પોલીસે વિસ્ફોટકો

જપ્ત કર્યા છે અને તપાસ શરૂ કરી છે. આ વિસ્ફોટકો આઇએસઆઇ સમર્થિત

આતંકવાદીઓ દ્વારા, મોકલવામાં આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે, આ વિસ્ફોટકોનો

ઉપયોગ મોટા આતંકવાદી હુમલામાં કરવાનો હતો. પોલીસે, કેસ નોંધીને આગળની કાર્યવાહી

શરૂ કરી છે.”

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande