નવી દિલ્હી, ૦9 ઓક્ટોબર (હિ.સ.) સુપ્રીમ
કોર્ટ બાર એસોસિએશને ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ પર જૂતા ફેંકવાનો પ્રયાસ કરનાર, વકીલ
રાકેશ કિશોરનું સભ્યપદ અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દીધું છે. સુપ્રીમ કોર્ટ બાર
એસોસિએશને સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર જનરલને પત્ર લખીને વિનંતી કરી છે કે, રાકેશ
કિશોરને સુપ્રીમ કોર્ટમાં પ્રવેશવાથી રોકી દેવામાં આવે અને તેમનું પ્રોક્સિમિટી
કાર્ડ રદ કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટ
બાર એસોસિએશને તેના નિવેદનમાં જણાવ્યું છે કે,” કોર્ટના અધિકારી તરીકે રાકેશ
કિશોરનું વર્તન વ્યાવસાયિક નૈતિકતાની વિરુદ્ધ છે અને ન્યાયિક સ્વતંત્રતા પર સીધો
હુમલો છે. આ ઘટના કોર્ટરૂમની કાર્યવાહી તેમજ બાર અને બેન્ચ વચ્ચેના વિશ્વાસ અને
પરસ્પર વિશ્વાસને નબળી પાડવાનો પ્રયાસ કરે છે. 6 ઓક્ટોબરની સવારે, વકીલ રાકેશ કિશોરે ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ પર જૂતા ફેંક્યા, પરંતુ જૂતા ચીફ જસ્ટિસને ચૂકી ગયા. જ્યારે તેમણે ચીફ જસ્ટિસ
પર જૂતા ફેંકવાનો પ્રયાસ કર્યો, ત્યારે કોર્ટરૂમમાં હાજર
દિલ્હી પોલીસના, એક કોન્સ્ટેબલે તેમને તાત્કાલિક પકડી લીધા. પોલીસ તેમને
કોર્ટરૂમમાંથી બહાર લઈ જઈ રહી હતી, ત્યારે તેમણે મોટેથી
જાહેર કર્યું, ભારત સનાતન ધર્મનું કોઈ
પણ અપમાન સહન કરશે નહીં.
ભગવાન વિષ્ણુ
વિશે ચીફ જસ્ટિસ ગવઈની ટિપ્પણીથી 71 વર્ષીય રાકેશ કિશોર
દુઃખી થયા હતા. આ ઘટના બાદ, વકીલ સંગઠનોએ સુપ્રીમ
કોર્ટ સામે વિરોધ પ્રદર્શન કર્યું, ઘટનાની નિંદા કરી.
હિન્દુસ્થાન
સમાચાર/સંજય
હિન્દુસ્થાન
સમાચાર/અમરેશ દ્વિવેદી/પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ