સિદ્ધપુરમાં મંદિરોમાંથી આશરે રૂ. 1.68 લાખની ચોરી
પાટણ, 1 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના મૂડવાડા ગામના રબારીપુરા વિસ્તારમાં આવેલા લેબોજ માતા, ચેહર માતા અને ગોગા મહારાજના મંદિરોના તાળા તોડી તસ્કરોએ આશરે રૂ. 1.68 લાખની ચોરી કરી છે. મંદિરોમાંથી સોના-ચાંદીના છત્ર, મુગટ, આભૂષણો, મૂર્તિઓ અને પારણા
સિદ્ધપુરમાં મંદિરોમાંથી આશરે રૂ. 1.68 લાખની ચોરી


પાટણ, 1 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના મૂડવાડા ગામના રબારીપુરા વિસ્તારમાં આવેલા લેબોજ માતા, ચેહર માતા અને ગોગા મહારાજના મંદિરોના તાળા તોડી તસ્કરોએ આશરે રૂ. 1.68 લાખની ચોરી કરી છે. મંદિરોમાંથી સોના-ચાંદીના છત્ર, મુગટ, આભૂષણો, મૂર્તિઓ અને પારણા સહિતની કિંમતી વસ્તુઓ ચોરાઈ ગઈ છે.

આ મંદિરોમાં વિષ્ણુભાઈ ગોવાભાઈ દેસાઈ (ઉ.વ. 42) સેવા-ચાકરી કરતા હતા. તેમણે 28 ઓક્ટોબરના રોજ સાંજે આરતી બાદ મંદિરોના દરવાજા લોક કર્યા. બીજા દિવસે સવારે તાળ તૂટેલા જોવા મળ્યાં અને મૂર્તિઓ પરના સોના-ચાંદીના કવચ અને છત્રો ગાયબ હોવાનું સમજાયું.

મંદિરના વહીવટકર્તાઓએ આસપાસના અને બહારગામના લોકોની પૂછપરછ કરી, પરંતુ કોઈએ ચોરી કરવાનું માન્યું નહોતું. વિષ્ણુભાઈ દેસાઈએ કાકોશી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ચોરાયેલી મિલકતમાં 5 ગ્રામ સોનું અને આશરે 2,225 ગ્રામ ચાંદી છે, જેમાં લેબોજ માતા, ચેહર માતા અને ગોગા મહારાજના મંદિરોની મૂર્તિઓ અને છત્રોનો સમાવેશ થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande