સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન : જૂનાગઢ ખાતે યોગ સંવાદ કાર્યક્રમ યોજાશે
જૂનાગઢ, 1 નવેમ્બર (હિ.સ.): જૂનાગઢ ગુજરાત સરકાર દ્વારા લોકોને સ્વસ્થ રાખવા અને મેદસ્વિતાથી મુક્ત રાખવા માટે સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આ સંકલ્પને સાકાર કરવા અને આ અભિયાનને આગળ વધારવા ગુજર
સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન : જૂનાગઢ ખાતે યોગ સંવાદ કાર્યક્રમ યોજાશે


જૂનાગઢ, 1 નવેમ્બર (હિ.સ.): જૂનાગઢ ગુજરાત સરકાર દ્વારા લોકોને સ્વસ્થ રાખવા અને મેદસ્વિતાથી મુક્ત રાખવા માટે સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આ સંકલ્પને સાકાર કરવા અને આ અભિયાનને આગળ વધારવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જૂનાગઢ ખાતે તા.૧લી નવેમ્બરના રોજ બપોરે ૪ કલાકે યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનના માર્ગદર્શન હેઠળ મેદસ્વિતા અંગે જનજાગૃતિ લાવવા માટે જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પરના ભાજપ કાર્યાલય કમલમ ખાતે આ યોગ સંવાદ કાર્યક્રમ યોજાશે. મહત્વનું છે કે, આ કાર્યક્રમ લોકોના માનસિક તથા શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનારી પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકો નિયમિતપણે યોગ કરવા માટે પ્રેરાય તેવા હેતુ સાથે આયોજન કરવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande