
ગીર સોમનાથ, 1 નવેમ્બર (હિ.સ.): લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી અન્વયે જિલ્લા કલેક્ટર કચેરી ગીર સોમનાથ ખાતે નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલની ઉપસ્થિતિમાં તમામ કર્મચારીઓએ ‘રાષ્ટ્રીય એકતા’ના શપથ લીધાં હતાં. આ તકે, ઉપસ્થિત જિલ્લા સેવા સદનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવાં તેમજ રાષ્ટ્ર પ્રત્યેની ફરજોનું સ્મરણ કરવા દ્રઢ સંકલ્પ લીધો હતો. આ શપથ સમારોહનો ઉદ્દેશ સરકારી કચેરીઓના કર્મચારીઓમાં રાષ્ટ્ર ભાવના અને એકતાની ભાવનાને વધુ મજબૂત કરવાનો હતો.
ઉલ્લેખનીય છે કે, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપક્રમે 'રાષ્ટ્રીય એકતા દિવસ' રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે નોંધનીય કામગીરી કરનારા સરદાર પટેલના સંકલ્પને સાકાર કરવા તેમજ રાષ્ટ્ર પ્રત્યેની તેમની ફરજોના સ્મરણ સાથે તેમને સ્મૃતિ વંદના કરવાનો છે. જે નિમિત્તે સર્વે કર્મચારીઓએ એકતા શપથ ગ્રહણ કરી દેશની એકતા અને અખંડિતતા માટે અડગ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે પ્રાંત અધિકારી કે.આર.પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સર્વ ડી.પી.ચૌહાણ અને અજય શામળા, માર્ગ અને મકાન (રાજય અને પંચાયત), સિંચાઇ સહિત વિવિધ કચેરીઓના કાર્યપાલક ઇજનેરઓ, તાલુકાના મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ