પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર 42 દિવસની લાંબી રજા પર
વધારાનો ચાર્જ ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈને સોંપવામાં આવ્યો પાટણ, 1 નવેમ્બર (હિ.સ.) : પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર 1 નવેમ્બર, 2025 થી 14 ડિસેમ્બર, 2025 સુધી 42 દિવસની લાંબી રજાએ છે. આ સમયગાળામાં પાટણ નગરપાલિકાનો વધારાનો ચ
પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરની લાંબી રજા અને વધારાનો ચાર્જ ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈને સોંપવામાં આવ્યો


વધારાનો ચાર્જ ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈને સોંપવામાં આવ્યો

પાટણ, 1 નવેમ્બર (હિ.સ.) : પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર 1 નવેમ્બર, 2025 થી 14 ડિસેમ્બર, 2025 સુધી 42 દિવસની લાંબી રજાએ છે. આ સમયગાળામાં પાટણ નગરપાલિકાનો વધારાનો ચાર્જ ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈને સોંપવામાં આવ્યો છે. આ બાબતે ગાંધીનગરના પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનરે આદેશ જારી કર્યો છે.

હિરલબેન ઠાકર પાટણમાં પાંચ મહિના પહેલા પ્રથમ મહિલા ચીફ ઓફિસર તરીકે નિયુક્ત થયા હતા. ટૂંકા ગાળામાં બીજી વાર લાંબી રજાએ ગયા છે. અગાઉ તેઓ સપ્ટેમ્બરમાં પારિવારિક પ્રસંગને કારણે રજાએ હતા. તેમની ગેરહાજરીને કારણે પાટણના વિકાસ કાર્યો અને વહીવટી કામગીરીને અસર થવાની શક્યતા છે. મહત્વના નીતિવિષયક અને સૈદ્ધાંતિક કામો અટકી શકે છે. હિરલબેન ઠાકર પાટણને પેરિસ બનાવવાનો અને દબાણો દૂર કરવાનો નિર્ધાર લઈને આવ્યા હતા, પરંતુ અત્યાર સુધી કડકાઇના કાર્યો કરતાં વિવાદ અને સંઘર્ષ વધુ જોવા મળ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande