ખેતી બચાવો સત્યાગ્રહ : પરેશ ધાનાણીનું સરકાર વિરુદ્ધ આક્રમક ટ્વીટ
અમરેલી, 1 નવેમ્બર (હિ.સ.) : પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી ફરી એકવાર ખેડૂતોની વેદનાઓને વાચા આપી છે. તેમણે પોતાના ટ્વીટમાં “ખેતી બચાવો સત્યાગ્રહ” નામનો હેશટેગ આપી સરકાર સામે તીખા પ્રહારો કર્યા છે. ધાનાણીએ લખ્યું છે કે “હાલ દિવાળી થઈ ગઈ છે હોળીને, ખેડ
ખેતી બચાવો સત્યાગ્રહ : પરેશ ધાનાણીનું સરકાર વિરુદ્ધ આક્રમક ટ્વીટ


અમરેલી, 1 નવેમ્બર (હિ.સ.) : પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી ફરી એકવાર ખેડૂતોની વેદનાઓને વાચા આપી છે. તેમણે પોતાના ટ્વીટમાં “ખેતી બચાવો સત્યાગ્રહ” નામનો હેશટેગ આપી સરકાર સામે તીખા પ્રહારો કર્યા છે. ધાનાણીએ લખ્યું છે કે “હાલ દિવાળી થઈ ગઈ છે હોળીને, ખેડૂતોના સપના થયા છે ધૂળધાણી.” રાજ્યમાં સતત પડતા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે.

ધાનાણીએ કાવ્યોના રૂપમાં સરકારની નિષ્ક્રિયતાને ઉઘાડે ચડાવતા લખ્યું – “છે આભલે ઘનઘોર વાદળો છવાયાને, સાત સાત દી’થી હજુ સૂરજ ખોવાયો, ચોંધાર વરસાદે ઊભા મોલ મૂરઝાયાને, ખેતરમાં પડેલા પાથરા પણ તણાયા.” તેમણે જણાવ્યું કે સતત વરસાદે કપાસ, મગફળી, તુવેર જેવા પાકને બરબાદ કરી નાખ્યા છે. ખેડૂતોની મહેનત અને આશા પાણીમાં વહાઈ ગઈ છે, પરંતુ સરકાર હજી પણ માત્ર આશ્વાસનના વચનો આપી રહી છે.

ધાનાણીએ વધુમાં લખ્યું કે “ઠાલા વચનોથી હજુ કરજ નથી ભરાયું, ત્યાં સુકી સીંગે ફરી ઊગી ગયા કોટા, ખેડૂતોની ઝોળી ખાલી રહી ગઈ છે, તોય મંત્રીઓના નાટક ચાલુ છે.”

આ ટ્વીટ દ્વારા ધાનાણીએ સરકારને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે ફક્ત પેકેજ કે નિવેદનોથી નહિ, પરંતુ વાસ્તવિક સહાય અને કરજમાફી જેવી કડક કાર્યવાહી જરૂરી છે. અંતે તેમણે લખ્યું – “હવે ખેડૂતોના કરજો બધાય દેવા માફ, નહિ તો થઈ જશે કાદવ બધોય સાફ.”

આ રીતે પરેશ ધાનાણીએ કાવ્યાત્મક શબ્દોમાં ખેડૂતવિષયક દુખ અને સરકારની બેદરકારી સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande