
અમરેલી, 1 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લાના ખેડૂતો વધુ એક વાર મુશ્કેલીમાં મુકાયા છે, સતત પાંચ દિવસથી વરસાદ પડવાને કારણે ખેડૂતોના ખેતરમાં રહેલા કપાસના પાકમાં આવેલા કપાસના ફૂલમાં રહેલા બીજ કપાસીયા હવે ઉગવા લાગ્યા છે, જેથી ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કમી કેરાળા ગામના ખેડૂતોના ખેતરમાં રહેલો પાક સો ટકા નિષ્ફળ ગયો છે.
રમેશભાઈ બાલુભાઈ બોરડે જણાવ્યું કે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કમી કેરાળા ગામે રહે છે અને પાંચ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે 30 વીઘા માં કપાસનું વાવેતર કર્યું હતું એક લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ સતત વરસાદ પડવાને કારણે કપાસના પાકમાં રહેલા ફૂલના અંદર આવેલા બીજ જેને કપાસીયા કહેવામાં આવે છે તે ઊંગવા લાગ્યા છે . પોતાને પંદર લાખથી વધુ રૂપિયાનું નુકસાન થયું છે જેથી ખેડૂત મુશ્કેલીમાં મુકાય છે સરકાર દ્વારા ડિજિટલ માધ્યમ નહીં પરંતુ તાત્કાલિક ધોરણે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આગામી સમયમાં ખેડૂતને શિયાળો વાવેતર કરવું છે પોતાની પાસે એક પણ રૂપિયો નથી સાથે જ મજૂર વર્ગને પણ રૂપિયા આપવાના છે તે પણ નથી અને શિયાળુ વાવેતર માટે પણ વ્યાજ ને રૂપિયા લાવી અને વાવેતર કરવું પડે તેવું લાગી રહ્યું છે જેથી તાત્કાલિક ધોરણે ખેડૂતને સરકાર સહાય કરે તેવી માંગ છે.
પરેશ હિંમતભાઈ દેસાઈએ જણાવ્યું કે કમી ગામમાં રહે છે અને પોતાની દસ વીઘાનો કપાસનું વાવેતર કર્યું છે પરંતુ હાલ કપાસનો પાક નિષ્ફળ ગયો છે. ખેતરમાં રહેલા કપાસના પર્ણ ખાખરી ગયા છે અને મૂળ પણ તૂટી ગયા છે અને ખાતર કપાસનું થઈ ગયું છે જેથી ખેડૂત મુશ્કેલીમાં મુકાય છે તાત્કાલિક ધોરણે સહાય કરવામાં આવે સર્વે કરવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી સો ટકા પાક નુકસાની દરેક ગામમાં છે અને પોતાના ગામમાં પણ છે જેથી ખેડૂતને તાત્કાલિક સહાય આપવામાં આવે તેવી માંગ કરી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai