
ગીર સોમનાથ, 1 નવેમ્બર (હિ.સ.) : રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ૦૬ થી ૧૪ વર્ષની વયજૂથના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા મદદનીશ જિલ્લા કો.ઓર્ડિનેટના માર્ગદર્શન હેઠળ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં શાળા બહારના બાળકોનો સર્વે હાથ ધરવામાં આવશે.
ગીર સોમનાથ જિલ્લાનાં તમામ તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારમાં શાળા બહારના કે ડ્રોપ આઉટ દિવ્યાંગ સહિતનાં ૬ થી ૧૮ વયજૂથ સુધીનાં બાળકો મળી આવે તો નજીકની સરકારી પ્રાથમિક શાળા, સી.આર.સી કો.ઓર્ડિનેટર, નજીકનું બી.આર.સી ભવન તથા સમગ્ર શિક્ષા અભિયાન ગીર સોમનાથ કચેરીનાં ટોલ ફી નંબર ૧૮૦૦૨૩૩૨૫૮૫ જાણ કરવી. ઉપરાંત વિશેષ માર્ગદર્શન માટે નજીકની પ્રાથમિક શાળાનો સંપર્ક કરવો તથા આપના તાલુકાના બી.આર.સી ભવનનો સંપર્ક કરવો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ