
નવી દિલ્હી, 10 નવેમ્બર (હિ.સ.) ઉડ્ડયન કંપની અકાસા એર, ટૂંક સમયમાં
રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરશે. કંપની બોઇંગ
પાસેથી ઝડપી વિમાન ડિલિવરીની પણ અપેક્ષા રાખે છે. ઓગસ્ટ 2022 માં કામગીરી શરૂ
કરવા માટે નિર્ધારિત આ એરલાઇન પાસે હાલમાં 30 વિમાનોનો કાફલો છે.
અમે ટૂંક સમયમાં
દિલ્હીથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરીશું.”અકાસા એરના સહ-સ્થાપક અને મુખ્ય વાણિજ્યિક
અધિકારી (સીસીઓ) પ્રવીણ અય્યરે અહીં એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું.
તેમણે એમ
પણ કહ્યું કે,” એરલાઇન સિંગાપોર, ઉઝબેકિસ્તાન, ઇન્ડોનેશિયા, વિયેતનામ અને તાશ્કંદ સહિત, વિવિધ વિદેશી સ્થળોએ ફ્લાઇટ્સ
ચલાવવાનું વિચારી રહી છે. એરલાઇન પાસે કુલ 226 બોઇંગ 737 મેક્સ એરક્રાફ્ટ માટેનો મજબૂત ઓર્ડર છે અને વિમાનની
ડિલિવરીમાં વિલંબનો સામનો કરી રહી છે.”
અય્યરે કહ્યું કે,” બોઇંગ દ્વારા ઉત્પાદન
વધારવા સાથે, અકાસા એરને
અપેક્ષા છે કે, વિમાન ઝડપથી આવશે.”
તેમણે ભાર મૂક્યો કે,” હાલમાં લોડ ફેક્ટર અને
વિમાનભાડા વચ્ચે સંતુલન બનેલું છે.”
નોંધનીય છે કે, એરલાઇન 24 સ્થાનિક અને છ આંતરરાષ્ટ્રીય સ્થળોએ ફ્લાઇટ્સ ચલાવે છે, જેમાં હાલમાં નવી
દિલ્હીથી 24 દૈનિક ફ્લાઇટ્સ
કાર્યરત છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દોહા, જેદ્દા, રિયાદ, અબુ ધાબી, કુવૈત સિટી (કુવૈત) અને ફુકેટ (થાઇલેન્ડ) માટે પણ ચલાવવામાં
આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ