યુપીએસસી એ, સપ્ટેમ્બર મહિનાની ભરતીના પરિણામો જાહેર કર્યા
નવી દિલ્હી, 10 નવેમ્બર (હિ.સ.). યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) એ, સપ્ટેમ્બર 2025 માં લેવામાં આવેલી વિવિધ ભરતી પરીક્ષાઓના પરિણામો જાહેર કર્યા છે. કમિશન અનુસાર, પસંદ કરાયેલા ઉમેદવારોને પોસ્ટ દ્વારા વ્યક્તિગત રીતે સૂચિત કરવામાં આવ્યા છે. કમિશને
યુપીએસસી


નવી દિલ્હી, 10 નવેમ્બર (હિ.સ.). યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) એ, સપ્ટેમ્બર 2025 માં લેવામાં આવેલી વિવિધ ભરતી પરીક્ષાઓના પરિણામો જાહેર કર્યા છે. કમિશન અનુસાર, પસંદ કરાયેલા ઉમેદવારોને પોસ્ટ દ્વારા વ્યક્તિગત રીતે સૂચિત કરવામાં આવ્યા છે. કમિશને જણાવ્યું હતું કે, નિયમો અનુસાર અન્ય ઉમેદવારોની અરજીઓ પણ વિચારણા હેઠળ હતી, પરંતુ મર્યાદિત ખાલી જગ્યાઓને કારણે, બધા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવા અથવા તેમની ભલામણ કરવી શક્ય નહોતું. યુપીએસસી દ્વારા જાહેર કરાયેલા આ પરિણામો સંબંધિત ભરતી પ્રક્રિયાઓ માટે અંતિમ ભલામણ યાદીઓ પર આધારિત છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande