આઈઆઈટી ખડગપુરના ડિરેક્ટરે જર્મનીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું
બર્લિન/ખડગપુર, નવી દિલ્હી, 10 નવેમ્બર (હિ.સ.). ભારતીય ટેકનોલોજી સંસ્થા (આઈઆઈટી) ખડગપુરના ડિરેક્ટર પ્રોફેસર સુમન ચક્રવર્તીએ, જર્મનીના બર્લિનમાં આયોજિત પ્રતિષ્ઠિત ફોલિંગ વોલ્સ સાયન્સ કોન્ફરન્સ 2025માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. આ કોન્ફરન્સ વૈશ્વિક
આઈઆઈટી ખડગપુરના ડિરેક્ટરે જર્મનીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું


બર્લિન/ખડગપુર, નવી દિલ્હી, 10 નવેમ્બર (હિ.સ.). ભારતીય ટેકનોલોજી સંસ્થા (આઈઆઈટી) ખડગપુરના ડિરેક્ટર પ્રોફેસર સુમન ચક્રવર્તીએ, જર્મનીના બર્લિનમાં આયોજિત પ્રતિષ્ઠિત ફોલિંગ વોલ્સ સાયન્સ કોન્ફરન્સ 2025માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. આ કોન્ફરન્સ વૈશ્વિક સ્તરે વૈજ્ઞાનિક નવીનતા, નીતિ સંવાદ અને વૈશ્વિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક અગ્રણી પ્લેટફોર્મ તરીકે ઓળખાય છે.

પ્રોફેસર ચક્રવર્તી કોઈપણ ભારતીય સંસ્થાના એકમાત્ર શૈક્ષણિક વડા હતા જેમને આ વર્ષના કોન્ફરન્સમાં આમંત્રણ મળ્યું હતું. આ સમિટમાં નોબેલ પુરસ્કાર વિજેતાઓ, વૈશ્વિક નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ નેતાઓ અને ટોચના યુનિવર્સિટી પ્રતિનિધિઓને એકસાથે લાવવામાં આવ્યા હતા.

યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર્સના ગ્લોબલ ડાયલોગ સત્ર દરમિયાન, પ્રોફેસર ચક્રવર્તીએ આઈઆઈટી ખડગપુરની શૈક્ષણિક શ્રેષ્ઠતા, બહુ-શાખાકીય સંશોધન સંસ્કૃતિ અને નવીનતા-કેન્દ્રિત અભિગમ રજૂ કર્યો. તેમણે જણાવ્યું હતું કે, સંસ્થા શિક્ષણ, સંશોધન અને તકનીકી નવીનતાને મજબૂત બનાવવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગમાં અગ્રણી છે.

કોન્ફરન્સ દરમિયાન પ્રોફેસર ચક્રવર્તીએ, અનેક વૈશ્વિક વિજ્ઞાન નેતાઓ અને નીતિ નિર્માતાઓ સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ કરી. આમાં ફોલિંગ વોલ્સ સાયન્સ ફાઉન્ડેશનના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર એન્ડ્રેસ કે. કોસ્મિડિસ સાથે આઈઆઈટી ખડગપુર ખાતે વિશ્વ કક્ષાના વિજ્ઞાન નેતૃત્વ કાર્યક્રમનું આયોજન કરવાની શક્યતા અંગે ચર્ચાઓ શામેલ હતી.

આ ઉપરાંત, પ્રોફેસર ચક્રવર્તીએ, મેક્સિકોના અંડર સેક્રેટરી (માનવતાવાદી અને વૈજ્ઞાનિક સંશોધન) ડૉ. વાયોલેટા વાસ્કેજ-રોજાસ અને જર્મનીમાં મેક્સિકોના રાજદૂત મહામહિમ ફ્રાન્સિસ્કો ક્વિરોગા સાથે ભારત-મેક્સિકો વિજ્ઞાન અને ટેકનોલોજી સહયોગને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી. બર્લિનમાં ભારતીય દૂતાવાસના વિજ્ઞાન સલાહકાર ડૉ. રામાનુજ બેનર્જી પણ હાજર રહ્યા હતા.

જર્મનીના એફએઆઈઆર (એન્ટિપ્રોટોન અને આયન સંશોધન માટે સુવિધા) અને ડીઈએસવાય (જર્મન ઇલેક્ટ્રોન-સિંક્રોટ્રોન) સંસ્થાઓના અગ્રણી વૈજ્ઞાનિકો સાથેની બેઠકમાં, પ્રોફેસર થોમસ નિલ્સન, શ્રી જોર્ગ બ્લાઉરોક અને ડૉ. ફ્રેન્ક લેહનર, ભારત-જર્મની સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ્સ અને આઈઆઈટી ખડગપુરની પ્લેટિનમ જ્યુબિલી નિમિત્તે હસ્તાક્ષર કરાયેલા સમજૂતી કરાર (એમઓયુ) ની પુષ્ટિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

પ્રો. ચક્રવર્તીએ કહ્યું, આઈઆઈટી ખડગપુર અને ભારતનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. ફોલિંગ વોલ્સમાં દર્શાવવામાં આવેલી સહયોગ અને નવીનતાની ભાવના આઈઆઈટી ખડગપુરને વિજ્ઞાન, ટેકનોલોજી અને સામાજિક પરિવર્તન માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાના અમારા મિશનને વધુ મજબૂત બનાવે છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિમન્યુ ગુપ્તા / ગંગા / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande