ફોરેસ્ટ અધિકારીએ પત્ની અને બે સંતાનોની હત્યા કરી દાટી દીધા; 10 દિવસ બાદ જ મળ્યા ત્રણેયના મૃતદેહ
ભાવનગર , 17 નવેમ્બર (હિ.સ.)-ભાવનગરમાં ફોરેસ્ટ વિભાગમાં ACF (Assistant Conservator of Forest) તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલા દ્વારા પોતાની પત્ની અને બે સંતાનોની હત્યા કરીને તેમના મૃતદેહ દાટી નાખ્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. 5મી નવેમ્બરથી ગુમ થ
शव दफनाने की जगह


ભાવનગર , 17 નવેમ્બર (હિ.સ.)-ભાવનગરમાં ફોરેસ્ટ વિભાગમાં ACF (Assistant Conservator of Forest) તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલા દ્વારા પોતાની પત્ની અને બે સંતાનોની હત્યા કરીને તેમના મૃતદેહ દાટી નાખ્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. 5મી નવેમ્બરથી ગુમ થયેલી મહિલા અને સંતાનોના મૃતદેહ 16મી નવેમ્બરે તેના જ ક્વાર્ટરના પાછળના ભાગે દાટેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી છે. ભરતનગર પોલીસ દ્વારા શૈલેષ ખાંભલા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે અને વધુ તપાસ ચાલુ છે.

5મી નવેમ્બરે ગુમ, 7મીએ ફરિયાદ અને 16મીએ ક્વાર્ટર પાસેના ખાડામાંથી મળી આવ્યા મૃતદેહ

માહિતી મુજબ શૈલેષ ખાંભલા તળાજા રોડ પર કાચના મંદિર પાસે આવેલી ફોરેસ્ટ કોલોનીના ક્વાર્ટરમાં રહેતા હતા. તેમની પત્ની નયનાબેન અને સંતાનો ભવ્ય અને પૃથા સુરતમાં રહેતા હતા. દિવાળી વેકેશનને કારણે નયનાબેન બંને સંતાનો સાથે ભાવનગર આવી હતી.

5મી નવેમ્બરે નયનાબેન સુરત જવા નીકળી હતી, પરંતુ સુરત ન પહોંચતાં 7મીએ શૈલેષે પોલીસમાં ગુમ થયાની જાણ કરી.

15મીએ પોલીસને બાતમી મળી કે ક્વાર્ટર નજીક શંકાસ્પદ રીતે ખાડો ખોદી બાદમાં પૂરી દેવાયો છે.

16મીએ પોલીસ, FSL ટીમ અને JCBની હાજરીમાં ખાડો ખોદતાં ત્રણેયના ક્ષતવિક્ષત મૃતદેહ મળી આવ્યા.

હત્યા કર્યા બાદ ઘડીયાળું કાવતરું: ઘરે જ હત્યા કરી પાછળના ભાગે ખાડો ખોદી દાટ્યા મૃતદેહ

પોલીસ તપાસમાં પુરાવા સૂચવે છે કે—

નયનાબેન, પૃથા અને ભવ્યની હત્યા ક્વાર્ટરના અંદર જ કરવામાં આવી.

મૃતદેહોને ઘસડીને પાછળના ભાગમાં લઈ જવામાં આવ્યા.

મોટો ખાડો ખોદી મૃતદેહોને તેમાં નાખી, પથ્થરો બાંધી, ઉપરથી રેત નાખીને દાટી દેવામાં આવ્યા.

આ આખું કામ શારીરિક રીતે અત્યંત ભારે હોય, એકલા વ્યક્તિ માટે શક્ય ન હોવાથી પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે કે અન્ય લોકો પણ સંડોવાયેલા છે.

“ત્રણ મૃતદેહ દાટવાનું એક માણસનું કામ નથી” — મૃતકના ભાઈનો આક્ષેપ

નયનાબેનના પિતરાઈ ભાઈ હર્ષભાઈ જોટાણાએ જણાવ્યું—

“જેથી રીતે અમારા બહેન અને ભાણજા-ભાણીના મૃતદેહો દાટવામાં આવ્યા છે, તે એક વ્યક્તિનું કામ હોઈ શકે નહિ. જરૂર એક કરતા વધુ લોકો સંડોવાયેલા છે. આવા રાક્ષસી કૃત્ય કરનારને ફાંસીની સજા થવી જોઈએ.”

તેમણે સરકારને શૈલેષ ખાંભલાના નોકરી દરમિયાનના તમામ કામકાજ, મિલકત તથા કરપ્શનની પણ છાનબીન કરવાની માંગ કરી.

ભાવનગર એસપીનું નિવેદન — “પતિ મુખ્ય શંકાસ્પદ, પૂછપરછ ચાલુ”

ભાવનગર એસપી નીતેશ પાંડેના જણાવ્યા અનુસાર—પ્રાથમિક તપાસમાં શૈલેષ ખાંભલા મુખ્ય શંકાના દાયરામાં છે.

તમામ પાસાઓથી તપાસ ચાલી રહી છે.

હત્યાની કલમ ઉમેરીને ગુનો નોંધાયો છે.

એક વર્ષ પહેલાં મળેલું ACF પ્રમોશન અને ભાવનગરમાં ટ્રાન્સફર

શૈલેષ ખાંભલા અગાઉ દાહોદ અને જૂનાગઢ સહિતના વિસ્તારોમાં RFO તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. એક વર્ષ પહેલાં ACF તરીકે પ્રમોશન મળતા તેમની ભાવનગરમાં બદલી કરવામાં આવી હતી.

પોસ્ટમોર્ટમ બાદ રાત્રે અંતિમવિધિ, પરિવારની ન્યાય માટે અપીલ

નયનાબેન, પૃથા અને ભવ્યના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ બાદ પરિજનોની હાજરીમાં અંતિમવિધિ કરવામાં આવી. પરિવારજનોએ સરકારે કડક સજા, નિષ્પક્ષ તપાસ અને તમામ સંડોવાયેલા સામે કઠોર પગલા માંગ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande