યુનિટી માર્ચ: વેરાવળ તાલુકાના સવની થી સોમનાથ સુધીની જિલ્લાકક્ષાની ભવ્ય પદયાત્રા યોજાઈ
પુષ્પવર્ષા થી પદયાત્રાનું ઠેર-ઠેર ઉષ્માભેર સ્વાગત ગીર સોમનાથ, 17 નવેમ્બર (હિ.સ.) : લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી અવસરે ''સરદાર@૧૫૦ યુનિટી માર્ચ'' યોજાઈ રહી છે. જે અંતર્ગત આજે સવની ખાતેથી સાંસદ રાજેશચુડાસમા, જિલ્લા પંચાયત પ્
વેરાવળ તાલુકાના સવની


પુષ્પવર્ષા થી પદયાત્રાનું ઠેર-ઠેર ઉષ્માભેર સ્વાગત

ગીર સોમનાથ, 17 નવેમ્બર (હિ.સ.) : લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી અવસરે 'સરદાર@૧૫૦ યુનિટી માર્ચ' યોજાઈ રહી છે.

જે અંતર્ગત આજે સવની ખાતેથી સાંસદ રાજેશચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, પૂર્વ મંત્રી આર.સી.ફળદુ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની ભવ્ય પદયાત્રાની શરૂઆત થઈ હતી.

૯૦-સોમનાથ વિધાનસભા અંતર્ગત યોજાયેલી આ પદયાત્રા વિસ્તારની એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની હતી. જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતાં. આ પદયાત્રાનો પ્રારંભ વેરાવળ તાલુકાના સવની થી થયો હતો અને પદયાત્રાની પૂર્ણાહુતિ સોમનાથ ખાતે થશે.

આ અવસરે સરદાર પટેલના આદર્શોને યુવાનોમાં પ્રેરિત કરવાનો અને રાષ્ટ્ર ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પદયાત્રીઓએ સંકલ્પ કર્યો હતો. ગ્રામજનોએ ઉત્સાહભર આઠ થી દસ કિલોમીટર લાંબી આ પદયાત્રાને ગામેગામ આવકાર મળ્યો હતો.

દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

આ પ્રસંગે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, અગ્રણી ડૉ.સંજય પરમાર, મહેન્દ્ર પીઠિયા, માનસિંહ પરમાર, પ્રદ્યુમનડોડિયા સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande