
ગીર સોમનાથ 17 નવેમ્બર (હિ.સ.) : 'સરદાર@૧૫૦ યુનિટી માર્ચ' અંતર્ગત વેરાવળ તાલુકાના સવની થી સોમનાથ સુધીની જિલ્લાકક્ષાની ભવ્ય પદયાત્રા યોજાઈ હતી.
આ પ્રસંગે સામાજીક અગ્રણી મહેન્દ્ર પીઠિયાએ જણાવ્યું કે, સરદાર પટેલના વિચારો અને આદર્શો યુવા પેઢીને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરિત કરે છે.
આજે આ યાત્રાનું સવનીથી પ્રસ્થાન થયું છે. જેનું ઈશ્વરિયા, ઈન્દ્રોઈ, નાવદ્રા, સોનારિયા, બાદલપરા, કાજલી થી થઈ સોમનાથ પૂર્ણાહૂતિ થશે.
૫૬૨ રજવાડાનું એકત્રીકરણ કરી અને સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતના દ્રષ્ટિવંતા બન્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ થકી સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર શક્ય બન્યો છે.
યુવાનો અને નાગરિકોમાં રાષ્ટ્રચેતના જગાવતું યુનિટી માર્ચનું આ અભિયાન મહત્વપૂર્ણ સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ