ભારતીય તેલ કંપનીઓએ અમેરિકા સાથે, પ્રથમ વખત એલપીજી આયાત કરાર પર હસ્તાક્ષર કર્યા
નવી દિલ્હી, 17 નવેમ્બર (હિ.સ.) ભારત અને અમેરિકા લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) પર એક મોટા કરાર પર પહોંચ્યા છે. આ કરાર હેઠળ, ભારતની જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓ 2026 માં અમેરિકાથી 2.2 મિલિયન ટન એલપીજી આયાત કરશે, જે દેશની વાર્ષિક
એલપીજી


નવી દિલ્હી, 17 નવેમ્બર (હિ.સ.) ભારત અને અમેરિકા લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) પર એક મોટા કરાર

પર પહોંચ્યા છે. આ કરાર હેઠળ, ભારતની જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓ 2026 માં અમેરિકાથી 2.2 મિલિયન ટન એલપીજી આયાત કરશે, જે દેશની વાર્ષિક

એલપીજી આયાતના આશરે 10% છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ

પુરીએ સોમવારે એક્સ-પોસ્ટ પર

પ્રકાશિત એક નિવેદનમાં જાહેરાત કરી હતી કે,” ભારત અમેરિકાથી એલપીજી આયાત કરશે, જે એક ઐતિહાસિક

પગલું છે.” તેમણે કહ્યું કે,” ભારતની જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ અમેરિકાના ગલ્ફ

કોસ્ટથી એલપીજી આયાત કરવા માટે

એક વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.”

હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે,” ભારતીય જાહેર

ક્ષેત્રની તેલ કંપનીઓએ 2026 ના કરાર વર્ષ

માટે અમેરિકાના ગલ્ફ કોસ્ટથી આશરે 2.2 એમટીપીએ એલપીજી આયાત કરવા માટે એક વર્ષનો કરાર

સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ ભારતના વાર્ષિક એલપીજી આયાતના આશરે દસ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે અને

ભારતીય બજાર માટે આ પ્રકારનો પ્રથમ સંરચિત યુએસ એલપીજી કરાર છે.”

મંત્રીએ આ નિર્ણયને ઐતિહાસિક વિકાસ ગણાવ્યો, અને કહ્યું કે,”

વિશ્વના સૌથી મોટા અને સૌથી ઝડપથી વિકસતા એલપીજી બજારોમાંનું એક

હવે અમેરિકા માટે ખુલ્લું પડી ગયું છે.”

તેમણે કહ્યું, આ ખરીદી માઉન્ટ બેલ્વિયુને એલપીજી ખરીદી માટે

બેન્ચમાર્ક તરીકે ઉપયોગ કરવા પર આધારિત છે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ

અને હિન્દુસ્તાન પેટ્રોલિયમના અમારા અધિકારીઓની એક ટીમે છેલ્લા કેટલાક મહિનાઓમાં

અમેરિકાની મુલાકાત લીધી હતી અને મુખ્ય યુએસ ઉત્પાદકો સાથે ચર્ચા કરી હતી, જે હવે પૂર્ણ થઈ

ગઈ છે.

નોંધનીય છે કે, આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે ભારત યુએસમાં

નિકાસ પર 50 ટકા ટેરિફનો

સામનો કરી રહ્યું છે.જેમાં રશિયન તેલ ખરીદવા પર 25 ટકા દંડનો સમાવેશ થાય છે, અને ઘણા ભારતીય

મંત્રીઓએ કહ્યું છે કે,” ભારત અમેરિકાથી વધુ ઊર્જા આયાત કરવા માંગે છે.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ / સચિન

બુધૌલિયા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande