ઇડીએ દિલ્હી-એનસીઆરમાં, અલ-ફલાહ યુનિવર્સિટી અને તેની સાથે જોડાયેલા 25 સ્થળો પર દરોડા પાડ્યા
નવી દિલ્હી, 18 નવેમ્બર (હિ.સ.) લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સીઓ ચાલુ રાખી રહી છે. આ સંદર્ભમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ની એક ટીમે ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટીના ઓખલા, નવી
ઇડી


નવી દિલ્હી, 18 નવેમ્બર (હિ.સ.) લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ

વિસ્ફોટની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સીઓ ચાલુ રાખી રહી છે. આ સંદર્ભમાં, એન્ફોર્સમેન્ટ

ડિરેક્ટોરેટ (ઇડી) ની એક ટીમે

ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટીના ઓખલા, નવી દિલ્હી સ્થિત કાર્યાલય સહિત 25 સ્થળો પર દરોડા

પાડ્યા છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે,” એન્ફોર્સમેન્ટ

ડિરેક્ટોરેટ (ઇડી) મંગળવારે સવારે 5 વાગ્યાથી

અલ-ફલાહ યુનિવર્સિટી કેસના સંદર્ભમાં દરોડા પાડી રહ્યું છે. જેમાં તેના ટ્રસ્ટીઓ, સંકળાયેલા

વ્યક્તિઓ અને સંસ્થાઓનો સમાવેશ થાય છે. ઇડીદિલ્હી સહિત 25 સ્થળો પર આ દરોડા પાડી રહ્યું છે.”

અહેવાલો અનુસાર,”કેન્દ્રીય તપાસ એજન્સીની ટીમે અલ-ફલાહ ટ્રસ્ટ પર પોતાની પકડ

મજબૂત કરવા માટે, દિલ્હી અને ફરીદાબાદમાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. ઇડીદ્વારા આ

કાર્યવાહી, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ (પીએમએલએ) સંબંધિત કેસ હેઠળ કરવામાં આવી રહી છે.”

કેન્દ્રીય તપાસ એજન્સીને શંકા છે કે,” યુનિવર્સિટી અને તેના

સંકળાયેલા માલિકો અને મેનેજમેન્ટે મોટા પાયે, નાણાકીય ગેરરીતિઓ કરી છે. તેથી, તેમના સ્થળોએ

દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે.”

ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલા, ઇડીએ અલ-ફલાહ

યુનિવર્સિટી અને તેના ડિરેક્ટરો સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ કેસ નોંધ્યો

હતો. આરોપો છે કે, યુનિવર્સિટીના નામે કરોડો રૂપિયા ગેરકાયદેસર રીતે ભંડોળ પૂરું

પાડવામાં આવ્યું હતું અને ટ્રસ્ટ, વિદેશી દાન (એફસીઆરએ) નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અને સંપત્તિના

દુરુપયોગ દ્વારા કાળા નાણાંને ધોળા કરવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande