ભોપાલમાં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પ્રદર્શન આજથી શરૂ, 31 રાજ્યોના 900 વિદ્યાર્થીઓ ભાગ લેશે
ભોપાલ, નવી દિલ્હી, 18 નવેમ્બર (હિ.સ.). રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદના નેજા હેઠળ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં, 52મા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પ્રદર્શનનું મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે આદિજાતિ બાબતોના મંત્રી કુંવર વિજય શ
મધ્યપ્રદેશ ના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ


ભોપાલ, નવી દિલ્હી, 18 નવેમ્બર (હિ.સ.). રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદના નેજા હેઠળ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં, 52મા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પ્રદર્શનનું મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે આદિજાતિ બાબતોના મંત્રી કુંવર વિજય શાહ અને શાળા શિક્ષણ મંત્રી ઉદય પ્રતાપ સિંહ પણ હાજર રહેશે. શાળા શિક્ષણ વિભાગના સહયોગથી પ્રાદેશિક શિક્ષણ સંસ્થાન, શ્યામલા હિલ્સ ખાતે આયોજિત, 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આશરે 900 વિદ્યાર્થીઓ અને શિક્ષકો વિજ્ઞાન-કેન્દ્રિત પ્રોજેક્ટ્સ અને મોડેલ્સ પ્રદર્શિત કરશે. આ માહિતી જનસંપર્ક અધિકારી મુકેશ મોદીએ આપી હતી.

તેમણે માહિતી આપી હતી કે, આ કાર્યક્રમમાં 14 થી 18 વર્ષની વયના શાળાના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર, આઈસર, મૈનીટ, આઈસેકટ અને ગ્લોબલ સ્કિલ પાર્ક જેવી વિવિધ વૈજ્ઞાનિક સંસ્થાઓના વૈજ્ઞાનિકો દરરોજ સવારે 9 વાગ્યે ભાગ લેનારા વિદ્યાર્થીઓ સાથે વિશેષ વ્યાખ્યાનો અને વૈજ્ઞાનિક ચર્ચાઓ કરશે. આ પછી વિદ્યાર્થીઓ સાથે 30 મિનિટની ક્વિઝ યોજાશે.

તેમણે માહિતી આપી કે, 2025-26 માટે વિજ્ઞાન પ્રદર્શનનો વિષય ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી છે. આ પ્રદર્શન મુખ્યત્વે ખોરાક, આરોગ્ય અને સ્વચ્છતા, પરિવહન અને સંદેશાવ્યવહાર, કુદરતી ખેતી, આપત્તિ વ્યવસ્થાપન, ગાણિતિક મોડેલિંગ અને ગણતરીત્મક વિચારસરણી, તેમજ કચરા વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરશે. દરરોજ સાંજે, વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક વારસો દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓને રાજધાની ભોપાલની આસપાસના ઐતિહાસિક સ્થળો, સંગ્રહાલયો, વિજ્ઞાન કેન્દ્રો, હસ્તકલા કેન્દ્રો વગેરેના પ્રવાસ પર પણ લઈ જવામાં આવશે.

પ્રદર્શનની ખાસ વિશેષતાઓ

રોજ બે હજાર વિદ્યાર્થીઓ અને નાગરિકો પ્રદર્શનની મુલાકાત લેશે. પ્રદર્શનમાં 240 વિજ્ઞાન મોડેલો પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે. પ્રદર્શનમાં ભાગ લેતી શાળાઓની સંખ્યા 229 છે. આ પ્રદર્શન દેશના વિવિધ ભાગોના યુવાનો અને બાળકોને વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણીય મુદ્દાઓના વિવિધ પાસાઓ વિશે શીખવા અને તેમની વિવિધ સંસ્કૃતિઓ એકબીજા સાથે શેર કરવાની અનોખી તક પૂરી પાડશે. ભોપાલમાં છ દિવસીય પ્રદર્શન 23 નવેમ્બરના રોજ બપોરે 3:30 વાગ્યે સમાપ્ત થશે.

હિન્દુસ્થાન સમાચાર/ મુકેશ તોમર/ મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande