સુરતના વરાછામાં હીરા વેપારી સાથે 7.16 લાખની છેતરપિંડી
સુરત, 20 નવેમ્બર (હિ.સ.) : સુરતના વરાછા, અંકૂર ચાર રસ્તા પાસે આવેલી હીરાની પેઢીમાંથી દલાલ મારફતે 7.16 લાખની કિંમતના 200 કેરેટ હીરાનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહિ આપી ચુનો ચોપડનાર વેપારી સામે પોલીસ ચોપડે ગુનો નોધાયો છે. સરથાણા જકાતનાકા, શ્યામધામ મંદ
Varachha police


સુરત, 20 નવેમ્બર (હિ.સ.) : સુરતના વરાછા, અંકૂર ચાર રસ્તા પાસે આવેલી હીરાની પેઢીમાંથી દલાલ મારફતે 7.16 લાખની કિંમતના 200 કેરેટ હીરાનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહિ આપી ચુનો ચોપડનાર વેપારી સામે પોલીસ ચોપડે ગુનો નોધાયો છે.

સરથાણા જકાતનાકા, શ્યામધામ મંદિરની પાછળ, શ્યામધામ સોસાયટીમાં રહેતા કુલદિપ ઘનશ્યામભઈ ઈટાળીયા (ઉ.વ.28) વરાછા, અંકૂર ચાર રસ્તા પાસે ભાજીવાલા એસ્ટેટમાં આવેલ રાધીકા ડાયમંડ નામની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમની કંપનીમાંથી નીતીન વિઠ્ઠલ દુધેલીયા (રહે, સુર્યમ એપાર્ટમેન્ટ, હીરદર્શનનો ખાડો, કતારગામ)એ દલાલ વિજય કીકાણી મારફતે ગત 6 મે 2025 થી 5 મે 2025 સુધીમાં ટુકડે ટુકડે કરી કુલ રૂપીયા 7,16,831ના મત્તાનો 200 કેરેટ હીરાનો માલ ખરીદ્યો હતો. નક્કી કરેલ સમયમાં નીતીનભાઈએ પેમેન્ટ નહી આપતા કુલદિપભાઈએ પેમેન્ટની ઉઘરાણી કરતા ખોટા વાયદાઓ આપી પેમેન્ટ નહી ચુકવી છેતરપિંડી કરી હતી. વરાછા પોલીસે કુલદિપભાઈની ફરિયાદને આધારે નીતીન દુધેલીયા સામે ગુનો નોîધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande