

પાટણ, 23 નવેમ્બર (હિ.સ.) : પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિધાલયની ગુજરાત સેવાઓના હિરક જયંતિ મહોત્સવ નિમિત્તે સિદ્ધપુરના પશ્ચિમ વિસ્તારમાં વિવિધ સોસાયટીઓમાં શાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું.
બિલિયન મિનિટ્સ ઓફ પીસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર ગુજરાતના 500 સેવાકેન્દ્રો અને 5000 પાઠશાળાઓ દ્વારા 23 તારીખે સવારે 7 થી 8 દરમ્યાન એકસાથે ભવ્ય શાંતિ યાત્રા યોજાઈ.
અશાંતિથી ભરેલા આજના સમયમાં દરેક વ્યક્તિને આંતરિક શાંતિની જરૂરિયાત અનુભવીને, વિશ્વમાં શાંતિનો સંદેશ પ્રસરે તે ઉદ્દેશ્ય સાથે આ રાજ્યવ્યાપી શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ