કુતિયાણા ખાતે PC & PNDT એક્ટ અંગે જાગૃતિ સેમિનારનું સફળ આયોજન કરાયું
પોરબંદર, 20 નવેમ્બર (હિ.સ.) : મહિલા અને બાળ અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંતર્ગત કુતિયાણા તાલુકાના આરોગ્ય કાર્યકરો તથા આશા બહેનો માટે PC & PNDT એક્ટ અંગે જાગૃતિ સેમિનારનું આયોજન તાલુકા આરોગ્ય કચેરી, કુતિયાણા ખાતે
કુતિયાણા ખાતે PC & PNDT એક્ટ અંગે જાગૃતિ સેમિનારનું સફળ આયોજન કરાયું.


કુતિયાણા ખાતે PC & PNDT એક્ટ અંગે જાગૃતિ સેમિનારનું સફળ આયોજન કરાયું.


કુતિયાણા ખાતે PC & PNDT એક્ટ અંગે જાગૃતિ સેમિનારનું સફળ આયોજન કરાયું.


પોરબંદર, 20 નવેમ્બર (હિ.સ.) : મહિલા અને બાળ અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંતર્ગત કુતિયાણા તાલુકાના આરોગ્ય કાર્યકરો તથા આશા બહેનો માટે PC & PNDT એક્ટ અંગે જાગૃતિ સેમિનારનું આયોજન તાલુકા આરોગ્ય કચેરી, કુતિયાણા ખાતે કરવામાં આવ્યું હતું.

આ સેમિનારનો મુખ્ય હેતુ PC & PNDT કાયદાની જોગવાઈઓ અંગે માર્ગદર્શન આપી આરોગ્ય કર્મચારીઓને સજાગ બનાવવા તેમજ લિંગ ગુણોત્તરમાં સુધારો થાય અને ગર્ભમાં બાળકના જાતિ નિર્ધારણ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અસરકારક રીતે કામગીરી સુનિશ્ચિત કરવાનો હતો.

સેમિનારમાં ડો. સંધ્યાબેન જોશીએ PC & PNDT એક્ટની કાનૂની જોગવાઈઓ, જાતિ નિર્ધારણના કાયદાકીય પરિણામો તેમજ આરોગ્ય કર્મચારીઓની જવાબદારી વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું અને મહિલા સશક્તિકરણ માટે કાનૂની જાગૃતિ વધારવાની આવશ્યકતા પર પણ ભાર મૂકાયો હતો.

કુતિયાણા તાલુકાના કુલ 104 આરોગ્ય કાર્યકરો તથા આશા બહેનો આ સેમિનારમાં મુખ્ય લાભાર્થી રહ્યા હતા. તમામ ઉપસ્થિતોને જાગૃતિ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર, કુતિયાણાના ડો. પી. બી. પરમાર, તાલુકા હેલ્થ વિઝીટર રાંભીબેન ઓડેદરા,“સંકલ્પ” – ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેંટ ઓફ વુમન તરફથી ડો. સંધ્યાબેન જોશી (ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર), ચિરાગ દવે (જેન્ડર સ્પેશ્યાલિસ્ટ), સૌરભભાઇ મારુ (લિટ્રેસી ઇન ફાઇનાન્સ) તથા રાજેશ ટાંક ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ સેમિનારથી આરોગ્ય કર્મચારીઓને PC & PNDT કાયદા તથા “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંગે વ્યાપક જ્ઞાન મળ્યું, જે લિંગ સમતુલા જાળવવા અને ગર્ભમાં જાતિ નિર્ધારણ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા ક્ષેત્ર સ્તરે સકારાત્મક અસર કરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande