અક્ષર વિદ્યામંદિર ખાતે મતદાર યાદી કાર્યક્રમ અંગે જાગૃતતા સેમિનાર યોજાયો
પોરબંદર, 20 નવેમ્બર (હિ.સ.) : હાલ ચુંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા (SIR) ની કામગીરી ચાલી રહી છે. દરેક બુથમાં ત્યાંના સ્થાનિક સરકારી કર્મચારીને બીએલઓ તરીકે નિમણુક આપવામાં આવી છે. બીએલઓ ઘરે ઘરે જઈને ફોર્મ વિતરણ કરી રહ્યા છે ત્યારે નાગરિકો મતદારોન
અક્ષર વિદ્યામંદિર ખાતે મતદાર યાદી કાર્યક્રમ અંગે જાગૃતતા સેમિનાર યોજાયો.


અક્ષર વિદ્યામંદિર ખાતે મતદાર યાદી કાર્યક્રમ અંગે જાગૃતતા સેમિનાર યોજાયો.


અક્ષર વિદ્યામંદિર ખાતે મતદાર યાદી કાર્યક્રમ અંગે જાગૃતતા સેમિનાર યોજાયો.


પોરબંદર, 20 નવેમ્બર (હિ.સ.) : હાલ ચુંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા (SIR) ની કામગીરી ચાલી રહી છે. દરેક બુથમાં ત્યાંના સ્થાનિક સરકારી કર્મચારીને બીએલઓ તરીકે નિમણુક આપવામાં આવી છે. બીએલઓ ઘરે ઘરે જઈને ફોર્મ વિતરણ કરી રહ્યા છે ત્યારે નાગરિકો મતદારોને આ કામગીરીની જાણકારી માર્ગદર્શન આપવા માટે અક્ષર વિદ્યામંદિર ખાતે વાલીઓ માટે શિબિર યોજવામાં આવી હતી. જેમાં ભાજપ અગ્રણી પૂર્વ કાઉન્સિલર અને શાળાના મેનેજિંગ ટ્રસ્ટી મોહનભાઈ મોઢવાડિયા દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોને વિગતવાર મતદાર સુધારણા કાર્યક્રમની માહિતી આપવામાં આપી લોકોને સહકાર આપવા તથા જરૂરી ડોક્યુમેન્ટ આપવા જણાવેલ વિશેષમાં માન્ય બીએલઓ અને પરિચિત વ્યક્તિ સિવાય અન્ય કોઈને મોબાઈલ ફોનમાં આવેલ ઓટીપી નહિ આપવા જણાવ્યું હતું તેમજ કોઈ નાગરિકોને કોઈ સમસ્યા હોય તો અક્ષર વિદ્યામંદિર ખાતે સંર્પક કરવા વિનંતી કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande