પોરબંદરના બાવળવાવ ગામે NMNF યોજના અંતર્ગત ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો
પોરબંદર, 20 નવેમ્બર (હિ.સ.) : નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) યોજના અંતર્ગત પોરબંદર તાલુકાના ખિસ્ત્રી ક્લસ્ટરના બાવળવાવ ગામમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્માના માર્ગદર્શન હેઠળ ઓરિએન્ટેશન પ્રોગ્રામના ભાગરૂપે ઘટકની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ખેડ
બાવળવાવ ગામે NMNF યોજનાંતર્ગત ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો.


બાવળવાવ ગામે NMNF યોજનાંતર્ગત ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો.


પોરબંદર, 20 નવેમ્બર (હિ.સ.) : નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) યોજના અંતર્ગત પોરબંદર તાલુકાના ખિસ્ત્રી ક્લસ્ટરના બાવળવાવ ગામમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્માના માર્ગદર્શન હેઠળ ઓરિએન્ટેશન પ્રોગ્રામના ભાગરૂપે ઘટકની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેની સમજ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન તાલુકા પ્રોજેક્ટ મેનેજર ચિંતન ભાલોડીયા દ્વારા પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામોમાં બીજામૃત, જીવામૃત, આચ્છાદન, વાપ્સા અને મિશ્ર રવિ પાક પદ્ધતિ અંગે વિસ્તૃત રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું. ઉપરાંત બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ કેવી રીતે સફળતાપૂર્વક અમલમાં મૂકી શકાય તે અંગે ખેડૂતમિત્રો માટે ઉપયોગી માહિતી પણ આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande