
પાટણ, 20 નવેમ્બર (હિ.સ.) : ચાણસ્મા તાલુકાના ગવાસણા પ્રાથમિક શાળામાં સીઆરસી કક્ષાનો કલા મહોત્સવ યોજાયો. આ મહોત્સવમાં સીઆરસી વિભાગની 10 શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
મહોત્સવ 'ગુજરાતની વિકાસ ગાથા' થીમ પર આધારિત હતો. ગાયન, ચિત્રકામ અને બાળકાવ્ય પઠન જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ અને બાળકોે દેશભક્તિના ગીતો અને લોકગીતો રજૂ કરીને પોતાની કલાનું પ્રદર્શન કર્યું.
કાર્યક્રમમાં સીઆરસી કોઓર્ડિનેટર નિલેષકુમાર વ્યાસ, તેમજ સેંઘા, સેવાળા, ગવાસણા, ધરમોડા, રૂપપુર, ચાણસ્મા કુમાર-૧, સરદારપુરા આશ્રમશાળા અને સરદારપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, આચાર્યો અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ