વેસુમાં આધેડ મહિલાની 1.71 લાખની ચેઇન ચોરી સ્નેચર પલાયન
સુરત, 20 નવેમ્બર (હિ.સ.) : સુરત શહેરના વૈસુ વિસ્તારમાં આવેલ સ્ટાર ગેલેક્સી પાસે રહેતી મહિલા ગતરોજ વેસુ વીઆઈપી રોડ ઉપરથી ચાલતા ચાલતા પસાર થતી હતી. ત્યારે એક બાઈક પર આવેલા અજાણ્યા ચોર ઈસમો સામે તેમની નજર ચૂકવી ગળામાંથી રૂપિયા 1.71 લાખની સોનાની ચેન ખે
ચેઇન ચોરી સ્નેચર


સુરત, 20 નવેમ્બર (હિ.સ.) : સુરત શહેરના વૈસુ વિસ્તારમાં આવેલ સ્ટાર ગેલેક્સી પાસે રહેતી મહિલા ગતરોજ વેસુ વીઆઈપી રોડ ઉપરથી ચાલતા ચાલતા પસાર થતી હતી. ત્યારે એક બાઈક પર આવેલા અજાણ્યા ચોર ઈસમો સામે તેમની નજર ચૂકવી ગળામાંથી રૂપિયા 1.71 લાખની સોનાની ચેન ખેંચી લઈ બાઈક પુરપાટ ઝડપે હંકારી ફરાર થઈ ગયો હતો. જેથી આખરે ભોગ બનનાર પરણીતાએ આ મામલે વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે.

વેસુવિસ્તારમાં આવેલ સ્ટાર ગેલેક્સીની પાસે હેરીઝોન બિલ્ડિંગમાં રહેતા મનીષકુમાર ગર્ભના પત્ની શેફાલી બેન ગત તારીખ 18 નવેમ્બરના રોજ સાંજે 7:00 વાગ્યાના અરસામાં વેસુ વીઆઈપી રોડ પર રઘુવીર સ્ટેફોન નામના નવા બંધાતા કોમ્પલેક્ષની સામે આવેલ સર્વિસ રોડ પરથી ચાલતા ચાલતા પસાર થતા હતા. આ સમયે એક સ્પ્લેન્ડર બાઈક પર આવેલા અજાણ્યા ચોર ઈસમે શૈફાલીબેનની નજર ચૂકવી તેમના ગળામાંથી રૂપિયા 1.71 લાખની ત્રણ તોલા સોનાની ચેઈન ખેંચી લઈ ફરાર થઈ ગયા હતા. જેથી આખરે ભોગ બનનાર શેફાલીબેને વેસુ પોલીસ મથકમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમ સામે સોનાની ચેઈન ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande