નવેમ્બરના અંત સુધીમાં ઉદ્ઘાટન નહી થાય તો લોકોને સાથે રાખી પુલ ખુલ્લો મુકવા કોંગ્રેસની ચિમકી
જામનગર, 20 નવેમ્બર (હિ.સ.) : પ્રજાની ટ્રાફીકની હાલાકી દુર કરવા જામનગરમાં ફ્લાય ઓવર બનાવવાનું કામ ચાલુ રહેવાને કારણે પ્રજા વર્ષ 2021થી તો હાલાકી ભોગવી રહી છે. ત્યારે તા.20ના ગુરુવારે મુખ્યમંત્રીના હસ્તે આ ફલાય ઓવરનું લોકાર્પણ પણ પાછું ઠેલાયા બાદ હવે
કોંગ્રેસ


જામનગર, 20 નવેમ્બર (હિ.સ.) : પ્રજાની ટ્રાફીકની હાલાકી દુર કરવા જામનગરમાં ફ્લાય ઓવર બનાવવાનું કામ ચાલુ રહેવાને કારણે પ્રજા વર્ષ 2021થી તો હાલાકી ભોગવી રહી છે. ત્યારે તા.20ના ગુરુવારે મુખ્યમંત્રીના હસ્તે આ ફલાય ઓવરનું લોકાર્પણ પણ પાછું ઠેલાયા બાદ હવે વહેલીતકે આ બ્રિજ ખુલ્લો નહીં મુકાય તો તા.30ના રોજ જામનગરની જનતાને સાથે રાખીને ફલાય ઓવર ખુલ્લો મુકી દેવામાં આવશે તેવી મ્યુ. કમિશનરને લેખિત ચિમકી આપીને આ ફલાય ઓવરને જામ રણજીતસિંહજીનું નામ આપવા માંગણી કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકા દ્રારા રૂ. 226 કરોડના ખર્ચે જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબામાં લાંબો ફ્લાય ઓવર બનાવવામાં આવ્યો છે. જેના લોડ ટેસ્ટીંગથી લઈને લાઈટીંગ સહિતની કામગીરી સો ટકા પુરી થઈ ગઈ છે.

તેને પણ મહિના જેટલો સમય થવા આવ્યો છે. આવા આ ફ્લાય ઓવરનું લોકાર્પણ મોટા નેતાના હસ્તે કરાવવા આતુર મહાનગરપાલિકાના શાસકો લાંબા સમયથી જુદા-જુદા બહાના હેઠળ લોકાર્પણની તારીખ જાહેર કરવાનું પાછળ ઠેલવ્યા રાખતા હતા.

છેલ્લે બ્રિજ નીચેના કામોની દુહાઈ આપીને દિવસો વિતાવ્યા પછી સત્તાધિશોએ તા.20ના ગુરુવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ફલાય ઓવરનું લોકાર્પણ નિર્ધાયું હોવાનું મૌખિક જાહેર કર્યું હતું. પરંતુ બિહારના નવા સીએમની શપથવિધિમાં ગુજરાતના મુખ્યમંત્રીની ઉપસ્થિતિ રહેનારી હોવાથી જામનગરના કાર્યક્રમની તારીખમાં ફેરફારની શક્યતા ઉભી થઈ છે.

ત્યારે શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજાએ કમિશનરને પત્ર લખીને જણાવ્યું છે કે જો 30 તારીખ સુધીમાં આ પુલનું ઉદ્ઘાટન કરવામાં નહી આવે તો લોકોને સાથે રાખી કોંગ્રેસ આ પુલ ખુલ્લો મૂકી દેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande