સ્વામી હરીનદંન સહિત ચાર સામે ગુનો નોંધાયો : બે આરોપીની ધરપકડ
સુરત, 20 નવેમ્બર (હિ.સ.) : કતારગામમાં રહેતા 83 વર્ષીય વુધ્ધને સ્વામી નારાયણના સ્વામી હરીનંદન ઉર્ફે હરીપ્રસાદે સાગરીતો સાથે મળી તેમની અબ્રામા ગામની જમીનની મેટર પતાવી આપવાના બહાને વિશ્વાસમાં લઈ તેમની મોટા વરાછા ખાતે આવેલી જમીનના સાટાખત કરાવી લઈ જમીન
ઉત્રાણ પોલીસ


સુરત, 20 નવેમ્બર (હિ.સ.) : કતારગામમાં રહેતા 83 વર્ષીય વુધ્ધને સ્વામી નારાયણના સ્વામી હરીનંદન ઉર્ફે હરીપ્રસાદે સાગરીતો સાથે મળી તેમની અબ્રામા ગામની જમીનની મેટર પતાવી આપવાના બહાને વિશ્વાસમાં લઈ તેમની મોટા વરાછા ખાતે આવેલી જમીનના સાટાખત કરાવી લઈ જમીન પચાવી પાડતા મામલો પોલીસમાં પહોચ્યો છે. પોલીસે ગુનો દાખલ કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.

ઉત્રાણ પોલીસના જણાવ્યા મુજબ કતારગામ, મહાદેવ ફળિયુ ખાતે રહેતા 83 વર્ષીય મહેશચંદ્ર ઈશ્વરલાલ દેસાઈએ ગતરોજ રોનક પ્રાગજી ચોટલીયા (રહે, સાનિધ્ય વિલા કોમ્પ્લેક્ષ, અંત્રોલી, પલસાણા), વઘાસીયા લાલજી મધુ (રહે, સંતોષીનગર સોસાયટી, એલ.એચ.રોડ), વિજય દરબાર (રહે, પ્રમુખ આરણ્ય પરવત ગામ)એ સ્વામી નારાયણના સ્વામી હરીનંદન ઉર્ફે હરીપ્રસાદ સામે ફરિયાદ નોધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેમની માલીકની અબ્રામા ગામે સર્વે -બ્લોક નંબર 75 અને મોટા વરાછામાંં બ્લોક-સર્વે નંબર 448 વાળી જમીન આવેલી છે. દરમિયાન આરોપીઓએ મોટા વરાછાની જમીન પચાવી પાડવા માટે વર્ષ 2023 પહેલા તેમની પાસે ગયા હતા અને તેમને તેમની અબ્રામા ગામની જમીનની મેટર પતાવી આપવાનું જણાવી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ મહેશચંદ્રને એફિડેવીટ કરવાનું સમજાવી તેમની જાણ બહાર મોટા વરાછા ખાતેની જમીનના સાટાખતનું લખાણ કરાવી સહીઓ કરાવી લીધી હતી. સાટાખતમાં તેઓએ ટોકનના રૂપિયા 1,21,00,000 ચુકવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. અને રૂપિયા ચુકવ્યા અંગેના વાઉચરોમાં તેમની સહીઓ લીધી હતી. જોકે આરોપીઓએ મહેશચંદ્ર દેસાઈએ કોઈ રૂપીયા આપ્યા નથી. આરોપીઓએ એકબીજાની મદદથી મહેશચંદ્ર દેસાઈની મોટા વરાછાની જમીન પચાવી પાડી હતી. બનાવ અંગે ઉત્રાણ પોલીસે મહેશચંદ્રની ફરિયાદને આધારે સ્વામી નારાયણના સ્વામી હરિનંદન ઉર્ફે હરીપ્રસાદ સહિત ચારેય સામે ગુનો દાખલ કરી તપાસ કરનાર ઈકો સેલના અધિકારી દ્વારા આરોપી રોનક ચોટલીયા અને વિજય બટુક પરમારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande