



પોરબંદર, 20 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગરની પ્રેરણા હેઠળ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત તેમજ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ–2025 અંતર્ગત સરદાર પટેલ રમત સંકુલ, પોરબંદર ખાતે જિલ્લા કક્ષાની ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કક્ષાની આ ફૂટબોલ સ્પર્ધામાં અંડર–14 અને અંડર–17 કેટેગરીના કુલ 128 ખેલાડીઓએ ઉત્સાહપૂર્ણ ભાગ લીધો હતો. ખેલાડીઓએ ઉત્તમ રમત પ્રદર્શન સાથે સ્પર્ધાને સફળ બનાવી હતી.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર, જિલ્લા રમતગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા, સેન્ટ જોસેફ સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર સેબેસ્ટિયન થોમસ તથા અન્ય અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી.
રમતપ્રેમીઓમાં ખેલ મહાકુંભ પ્રત્યે ઉત્સાહ અને જિજ્ઞાસા વધે તેવા હેતુથી વિવિધ રમતોનું આયોજન વર્ષ 2025 દરમિયાન સમગ્ર જિલ્લામાં કરવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya