
પોરબંદર, 20 નવેમ્બર (હિ.સ.) : નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) યોજના અંતર્ગત પોરબંદર જિલ્લાના ઈશ્વરીયા ક્લસ્ટરના ઈશ્વરીયા ગામમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્માના માર્ગદર્શન હેઠળ ઓરિએન્ટેશન પ્રોગ્રામ ઘટકની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ઈશ્વરીયા તથા આસપાસના વિસ્તારોના ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાકૃતિક ખેતી અંગે જનજાગૃતિ અને ખેડુતોને ટેક્નિકલ માર્ગદર્શન મળે તે હેતુસર યોજાયેલા આ કાર્યક્રમમાં એગ્રી આસિસ્ટન્ટ પારસ મારૂ તથા કૃષિ સખી ઇલાબેન દ્વારા પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે જ જીવામૃત બનાવવાની પ્રક્રિયા અંગે સ્થળ પર લાઈવ ડેમો આપી ખેડુતોને પ્રાયોગિક સમજ અપાઈ હતી.
કાર્યક્રમ દ્વારા ખેડુતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે રસ અને સમજણમાં વધારો થવા સાથે પર્યાવરણમિત્ર અને ઓછા ખર્ચે ઉત્પાદનક્ષમ ખેતી પદ્ધતિઓ વિશે પ્રેરણાત્મક માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya