વડોદરામાં ફરી જીઇબીના સ્માર્ટ મીટરનો વિરોધ, કર્મચારીઓનું ફરજિયાત મીટર લગાવવા દબાણ કર્યાનો આક્ષેપ
વડોદરા, 20 નવેમ્બર (હિ.સ.) : વડોદરામાં ફરી જીઇબી ના સ્માર્ટ મીટરનો વિરોધ, કર્મચારીઓનું ફરજિયાત મીટર લગાવવા દબાણ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આવેલ ભવ્ય દર્શન ફ્લેટના રહીશોએ સ્માર્ટ મીટરનો ભારે વિરોધ કર્યો હતો. રહેવ
GEBs smart meter protested again in Vadodara


વડોદરા, 20 નવેમ્બર (હિ.સ.) : વડોદરામાં ફરી જીઇબી ના સ્માર્ટ મીટરનો વિરોધ, કર્મચારીઓનું ફરજિયાત મીટર લગાવવા દબાણ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આવેલ ભવ્ય દર્શન ફ્લેટના રહીશોએ સ્માર્ટ મીટરનો ભારે વિરોધ કર્યો હતો. રહેવાસીઓનો આક્ષેપ છે કે, કર્મચારીઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, સ્માર્ટ મીટર નહીં લગાવો તો કનેક્શન કપાઈ જશે. આ ચીમકી બાદ રહેવાસીઓમાં ભારે રોષ અને અસંતોષ ફેલાયો છે. પરિવારો, વૃદ્ધો અને મહિલાઓ સહિત દરેકને ભયનો માહોલ, કારણ કે લાઇટ કનેક્શન કાપાઈ જશે એવી ધમકી પછી લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, અમારી એ સમસ્યા છે કે, અમને કોઈ પણ જાતની જાણ કર્યા વિના સ્માર્ટ મીટર નાખવા માટે આવ્યા છે. અમારા બધા મીટરો બધા સારા જ ચાલે છે, પછી સ્માર્ટ મીટર નાખવાની કોઈ જરૂર જ નથી અને અમે એનો વિરોધ કર્યો છે કે, ભાઈ અમારે સ્માર્ટ મીટર નથી નાખવા તો એમણે અમને ધમકી આપી કે, તમે સ્માર્ટ મીટર નહીં નખાવો તો અમે તમારું કનેક્શન કાપી કાઢીશું.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી અહીં ઘણી સમસ્યાઓ છે, આવનારી ચૂંટણીમાં અમે તો કોઈ વોટ જ નથી આપવાના અને ચૂંટણીનો બહિષ્કાર કરવાના જ છીએ. અમે આખી સોસાયટીવાળાએ બધાએ નિર્ણય જ કર્યો છે કે આ વખતે કોઈએ વોટ આપવાનો નહીં. કોઈપણ આગેવાન આવે તો ગેટની અંદર ઘૂસવા જ નહીં દઈએ.

સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે, હું સેકન્ડ શિફ્ટમાં નોકરી ગયો હતો અને એ ટાઇમે મારું સ્માર્ટ મીટર એ લોકો નાખીને ગયા હતા. એ મને એનો કશું ખ્યાલ જ નહીં. જ્યારે બીજા દિવસે હું ઘરે આવ્યો, એટલે મારી ડિસ્પ્લે દેખાતી નથી. જ્યારે બીજા દિવસે ઘરે આવ્યો ત્યારે મેં જોયું તો ડિસ્પ્લે જ આઉટ થઇ ગઈ ગયું હતું અને પછી મને તો ખ્યાલ નહીં કે આ સ્માર્ટ મીટર છે કે કયું મીટર છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande